સામાન્ય રીતે , નાની ફાઇનાન્સ બેંકો FD પર વધુ વ્યાજ દર ઓફર કરે છે. પરંતુ કેટલીક મોટી બેંકો છે જે સિનીયર સિટીઝનને FD પર ઉત્તમ વ્યાજ ઓફર કરી રહી છે. આ બેંકો સિનીયર સિટીઝનના 3 વર્ષના FD પર 8.1 ટકા સુધી વ્યાજ દર ઓફર કરી રહી છે. આ વ્યાજ દર રૂ. 2 કરોડથી ઓછી FD માટે માન્ય છે. આજે પણ FD વરિષ્ઠ નાગરિકોમાં રોકાણનો પસંદગીનો વિકલ્પ છે. ચાલો જાણીએ આ ખાનગી બેંકો વિશે, જે ફિક્સ્ડ ડિપોઝિટ પર બમ્પર વ્યાજ ઓફર કરી રહી છે.
DCB બેંક સિનીયર સિટીઝન FD દર
DCB બેંક સિનીયર સિટીઝનને 26 મહિના અને 37 મહિનાથી ઓછી વયની FD પર 8.1 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
RBL બેંક સિનીયર સિટીઝન FD દર
RBL બેંક 24 મહિનાથી 36 મહિનાની વચ્ચે પાકતી FD પર સિનીયર સિટીઝનને 8 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
ઇન્ડસઇન્ડ બેંક સિનીયર સિટીઝન FD દર
ઇન્ડસઇન્ડ બેંક 2 વર્ષ 9 મહિના અને 3 વર્ષ 3 મહિનાની વચ્ચે પાકતી FD પર સિનીયર સિટીઝનને 8 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
IDFC બેંક સિનીયર સિટીઝન FD દર
IDFC બેંક સિનીયર સિટીઝનને 2 વર્ષ, 1 દિવસ અને 3 વર્ષની વચ્ચે પાકતી FD પર 7.75 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
ICICI બેંક સિનીયર સિટીઝન FD દર
ICICI બેંક સિનીયર સિટીઝન 2 વર્ષ, 1 દિવસ અને 3 વર્ષની વચ્ચે પાકતી FD પર 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
આ પણ વાંચો:Demat/શેરબજારમાં રોકાણ કરવા લોકો ઉમટી રહ્યા છે, ડિસેમ્બરમાં 41.73 લાખ ડીમેટ ખાતા ખૂલ્યા
આ પણ વાંચો:RBI penalty/RBIએ આ 5 બેંકો પર લગાવ્યો 5 લાખ રૂપિયા સુધીનો દંડ, શું તમારું એકાઉન્ટ પણ તેમાં સામેલ છે?
આ પણ વાંચો:એલોન મસ્કની મોટી જાહેરાત/દુનિયાના દરેક ખૂણે સુપરફાસ્ટ ઈન્ટરનેટ ઉપલબ્ધ થશે,એલોન મસ્કે પહેલો સેટેલાઇટ લોન્ચ કર્યો
