અયોધ્યા રામમંદિર/ ‘જયશ્રી રામ’ના નારા સાથે અમદાવાદ-અયોધ્યાની પ્રથમ ફલાઈટે આજે ભરી ઉડાન

અયોધ્યામાં રામ મંદિરની 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. અમદાવાદ-અયોધ્યાની પ્રથમ ફલાઈટે આજે ઉડાન ભરી.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ : અયોધ્યામાં રામ મંદિરની 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. વડાપ્રધાન મોદી રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. અયોધ્યામાં યોજાઈ રહેલ આ ભવ્ય કાર્યક્રમમાં રામભક્તોની સુવિધામાં વધારો કરવા ફલાઈટની શરૂઆત કરવામાં આવી. અમદાવાદથી અયોધ્યા જતી ફલાઈટની આજથી શરૂઆત થઈ ગઈ છે. ‘જયશ્રી રામ’ના નારા સાથે અમદાવાદ-અયોધ્યાની પ્રથમ ફલાઈટે આજે ભરી ઉડાન ભરી છે. અયોધ્યા જતી પ્રથમ ફલાઈટને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. એરપોર્ટ પર પણ રામમય બનતા ‘જયશ્રી રામ’ના નારા ગુંજવા લાગ્યા. અમદાવાદથી અયોધ્યા જતી પ્રથમ ફલાઈટમાં 150 જેટલા શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા છે.

એરપોર્ટ બન્યું રામમય :

દેશભરમાં રામ મંદિરની ભવ્ય ઉજવણીને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. જે હવે પૂર્ણતાના આરે છે. રામમંદિરમાં રામલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે માટે સુવિધામાં વધારો કરતા અમદાવાદથી ડાયરેક્ટ અયોધ્યાની ફલાઈટ શરૂ કરવામાં આવી છે. આજે સવારે અયોધ્યાની પ્રથમ ફલાઈટે ઉડાન ભરી ત્યારે એરપોર્ટ પર લોકો રામભક્તિમાં રંગાયેલા જોવા મળ્યા. એરપોર્ટ પરના દ્રશ્યો જોઈ લાગે કે કોઈ સ્થાન પર રામલીલા ભજવાતી હશે. એરપોર્ટ પર રામલીલાની જેમ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનના વેશમાં ભક્તો જોવા મળ્યા. રામાયણના આ મહત્વના પાત્રોની વેશભૂષમાં રામભક્તો અયોધ્યાની પ્રથમ ફલાઈટના શ્રદ્ધાળુઓનું સ્વાગત કર્યું હતું.

પ્રથમ ફલાઈટે ભરી ઉડાન

આજે 10 જાન્યુઆરીના રોજ બુધવારથી અમદાવાદથી અયોધ્યાની ફલાઈટની શરૂઆત થઈ ગઈ છે. ઇન્ડિગો એરલાઈન્સી અયોધ્યા ફલાઈટનું ઉડાન ભરી છે જેનું ભાડું 12થી 13 હજાર રૂપિયા છે. અમદાવાદથી ઇન્ડિગો એરલાઈન્સની અયોધ્યા જતી ફલાઈટ દિલ્હી જશે અને ત્યાર પછી શ્રદ્ધાળુઓને દિલ્હીથી અયોધ્યા અને અયોધ્યાથી દિલ્હી લાવશે. અયોધ્યામાં રામમંદિરની થીમ પર એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. આ એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પર રાખવામાં આવશે. એરપોર્ટનું ઉદઘાટન 30 ડિસેમ્બરે પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. અને હવે 22 જાન્યુઆરી પીએમ મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે તેમજ રામલલ્લાની મૂર્તિનું નામકરણ પણ કરશે.