કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે.ગુજરાત તથા દેશમાં તારીખ 22/01/2024 ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તા.22/01/2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2.30 સુધી બંધ રહેશે.

દેશ સહિત વિશ્વમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે તેને ધ્યાનમાં લઇને પહેલાથી જ કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી દીધી છે,હવે આ મહોત્સવ માટે ગુજરાત સરકારે પણ અડધા દિવસની રજા જાહેર કરી છે. . રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે
