વડોદરા: 13 વર્ષની સુફિયા શેખ એ ભાગ્યશાળી વ્યક્તિઓમાંની એક હતી જે બોટ દુર્ઘટનામાં બચી ગઈ હતી. જોકે ગુરુવારે સાંજે હરણી તળાવમાં પલટી ગયેલી હોડીમાં છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની સુફિયા પણ સવાર થઈ હતી, પરંતુ આ ઘટનામાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો.
SSG હોસ્પિટલના MICU વોર્ડમાં દાખલ, સુફિયાને ખબર નથી કે તેની નાની બહેન જે તે જ બોટમાં હતી તેનું અવસાન થયું છે. તેના કાકા સાથે, સુફિયા તેની નાની બહેન સાન્યા વિશે પૂછપરછ કરતી રહે છે, જે ત્રીજા ધોરણમાં ભણતી હતી. “શાળાના અધિકારીઓએ અમને જાણ કરી હતી કે ત્યાં પિકનિક છે અને ત્યાં સવારી હશે. પરંતુ બોટ રાઈડનો કોઈ ઉલ્લેખ નહોતો,” સુફિયાએ જણાવ્યું હતું. “જ્યારે અમે બધાએ બોટમાં સવાર થવાનું શરૂ કર્યું, ત્યારે ત્યાં પૂરતા જેકેટ્સ નહોતા,” એમ તેણે જણાવ્યું હતું. તેણે ઉમેર્યું કે તેણે જેકેટ પણ પહેર્યું ન હતું. “અચાનક, પાણી બોટમાં પ્રવેશવા લાગ્યું અને તે સેકન્ડોમાં ડૂબવા લાગી હું પણ ડૂબવા લાગી. તેના પછી મને કોઈએ ઉપાડી લીધી, હવે કોણે ઉપાડી તે ખબર નથી.
હરણી બોટ દુર્ઘટનામાં બીજા વિદ્યાર્થીઓ સુફિિયા જેટલા નસીબદાર નીવડ્યા ન હતા. તેઓએ તેમના કમનસીબની કિંમત જીવ ગુમાવીને ચૂકવવી પડી હતી. સત્તાવાળાઓની બેદરકારી, કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોના ખુલ્લેઆમ ભંગનું પરિણામ છેવટે આ અકસ્માતના સ્વરૂપમાં આવ્યું હતું. સરકાર અને તંત્ર આ દુર્ઘટનામાંથી કોઈ બોધપાઠ લે તો સારું.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
