આસામ પોલીસે ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલના અધિક્ષક નિપેન દાસની ધરપકડ કરી છે. ખાલિસ્તાની અમૃતાલ સિંહ અને તેના 9 સહયોગીઓની સુરક્ષામાં ગેરરીતિના સંબંધમાં તેની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, નિપેન દાસ વિરુદ્ધ UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તેની સામે ગુનાહિત કાવતરું અને આસામ પ્રિઝનર્સ એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. ડિબ્રુગઢ જિલ્લાના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (ક્રાઈમ) સિજલ અગ્રવાલે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે નિપેન દાસની ધરપકડ કરવામાં આવી હતી.
અગ્રવાલે કહ્યું, ‘આ મામલો જેલની અંદરની સુરક્ષામાં ખામી સાથે સંબંધિત છે, જે ગયા મહિને પ્રકાશમાં આવ્યો હતો. અનેક રાઉન્ડની તપાસ બાદ અમે નિપેન દાસની ધરપકડ કરી છે. આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. તે જેલના વડા હતા. આવી સ્થિતિમાં, ભૂલની જવાબદારી પણ તેમના પર આવે છે. આ પહેલા આસામના ડીજીપી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે 17 ફેબ્રુઆરીએ ખુલાસો કર્યો હતો કે ડિબ્રુગઢ જેલના NSA સેલમાંથી ઘણા બધા ગેરકાયદે ગેજેટ્સ મળી આવ્યા છે. આ ગેજેટ્સમાં સ્પાય કેમ, સ્માર્ટફોન, પેન ડ્રાઈવ, બ્લૂટૂથ વગેરેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે વારિસ પંજાબ દે સાથે જોડાયેલા અમૃતપાલ સિંહ અને તેના ઘણા સહયોગીઓને આ જેલમાં રાખવામાં આવ્યા છે.
જ્ઞાનેન્દ્ર સિંહે કહ્યું હતું કે, ‘જેલના સ્ટાફે નેશનલ સિક્યુરિટી સેલને સર્ચ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, સિમ સાથે સ્માર્ટફોન, કીપેડ ફોન, ટીવી રિમોટ, સ્પાયકેમ, પેન ડ્રાઇવ, બ્લૂટૂથ હેડફોન અને સ્પીકર્સ સહિતની ઘણી વસ્તુઓ મળી આવી હતી. આ પછી ડીજીપીએ પોતે 20 ફેબ્રુઆરીએ જેલની મુલાકાત લીધી હતી. તેઓ અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓને મળ્યા હતા અને બેઠક પણ યોજી હતી. આ બેઠક બાદ કેટલાક અધિકારીઓની બદલી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત તપાસના આદેશ આપ્યા હતા. લાંબી તપાસ બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે અનેક રાઉન્ડની તપાસ બાદ જેલ સુપ્રિટેન્ડેન્ટની ધરપકડ કરવામાં આવી છે. હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં શુક્રવારે સવારે જેલના વધુ કેટલાક અધિકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમની પૂછપરછની પ્રક્રિયા પણ ચાલી રહી છે. એક તપાસ અધિકારીએ કહ્યું કે આ ગંભીર સુરક્ષા ક્ષતિની બાબત છે. આ કેસમાં કેટલાક વધુ અધિકારીઓની ધરપકડ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અમૃતપાલ સિંહની ગયા વર્ષે પંજાબમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, તેના પર NSA લાદવામાં આવ્યો અને તેને આસામની જેલમાં બંધ કરવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે ડિબ્રુગઢ જેલ દેશની સૌથી સુરક્ષિત જેલોમાંથી એક માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
