રાજકીય સંગ્રામ/ સંજય રાઉતની ચેતવણી, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રયાસ ન કરો, નહિ તો….

મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સાથે મળેલી કારથી શરુ થયેલું ઘમાસાણ મહારાષ્ટ્રની શિવસેના સરકારને ઘેરી રહ્યું છે. રાજ્યના ગૃહમંત્રી પર પોલીસ દ્વારા રિકવરીના આક્ષેપો બાદ સરકારની સ્થિરતાને લઇ સવાલો ઉભા

Top Stories India

મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સાથે મળેલી કારથી શરુ થયેલું ઘમાસાણ મહારાષ્ટ્રની શિવસેના સરકારને ઘેરી રહ્યું છે. રાજ્યના ગૃહમંત્રી પર પોલીસ દ્વારા રિકવરીના આક્ષેપો બાદ સરકારની સ્થિરતાને લઇ સવાલો ઉભા થયા છે. દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે ચેતવણી આપી છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની કોશિશ કરનારાઓ આ આગમાં બળીને ભષ્મ થઇ જશે.

સોમવારે સંજય રાઉતે કહ્યું હતું કે, “જો કોઈ કેન્દ્રિય એજન્સીઓનો દુરૂપયોગ કરીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રયાસ કરે છે, તો હું તેમને ચેતવણી આપું છું કે તમે આ આગમાં પોતે જ બળી જશો.” સંજય રાઉતે કોઈનું નામ લીધું નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે તે કોની તરફ ઇશારો કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે કહ્યું કે પરમબીરસિંહે અનિલ દેશમુખ ઉપર આરોપ તેમના પદ છોડ્યા બાદ લગાવ્યા છે. અનિલ દેશમુખ વિરુદ્ધ તપાસ કરવામાં આવશે, પરંતુ પત્રમાંના આક્ષેપોના આધારે રાજીનામું આપવાનો કોઈ સવાલ જ નથી.

આ સિવાય સંજય રાઉતે કહ્યું કે એનસીપીના પ્રમુખ શરદ પવારે નિર્ણય કર્યો છે કે અનિલ દેશમુખ ઉપરના આરોપોની તપાસ થવી જોઈએ. સંજય રાઉતે કહ્યું કે જો આપણે બધાના રાજીનામા લેતા રહીશું તો સરકાર ચલાવવી મુશ્કેલ થઈ જશે.

સંજય રાઉતે કહ્યું કે જ્યાં સુધી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે ત્યાં સુધી તમામ કેસોની યોગ્ય તપાસ કરવામાં આવશે. સંજય રાઉતે સ્પષ્ટ કહ્યું છે કે મુંબઈ પોલીસ કમિશનરને તેના ખભા પર બંદૂક ચલાવવામાં આવી રહી છે. અને વિરોધી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.

પરમબીરસિંહે મુખ્યમંત્રીને પત્ર મોકલ્યો હતો

20 માર્ચે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર મોકલ્યો હતો. તેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજ્યના ગૃહ પ્રધાન અનિલ શિંદેએ મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વાઝેને એક મહિનામાં 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું હતું. મુકેશ અંબાણીના ઘરની બહાર  વિસ્ફોટક પદાર્થો સંદીઘત હાલમાં મળી આવવાના કેસમાં હાલમાં તે કસ્ટડીમાં છે.