Not Set/ અંબાજી મંદિરમાં દર્શન કરવા જવું હોય તો વાંચો આ મહત્વના સમાચાર, હવે આવા શ્રદ્ધાળુઓને મંદિરમાં નહીં મળે પ્રવેશ

મંદિર ટ્રસ્ટે એક ટુંકા વસ્ત્રો પહેરીને આવતા શ્રદ્ધાળુને મંદિરમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લીધો છે. શામળાજી મંદિર પછી ગુજરાતમાં આ પ્રકારનો નિર્ણય લેનારુ આ બીજુ મંદિર છે.

Top Stories

અંબાજી શક્તિપીઠ લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. વીકેન્ડ હોય કે રજાઓના દિવસો હોય કે પછી હોય ધાર્મિક તહેવાર. અંબાજીમાં ભક્તોના ઘોડાપુર ઉમટતા હોય છે. પરંતુ હવે મંદિર ટ્રસ્ટે એક ટુંકા વસ્ત્રો પહેરીને આવતા શ્રદ્ધાળુને મંદિરમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લીધો છે. શામળાજી મંદિર પછી ગુજરાતમાં આ પ્રકારનો નિર્ણય લેનારુ આ બીજુ મંદિર છે.

નિર્ણય અનુસાર વેસ્ટર્ન લુકવાળા કપડાં (શોર્ટ ડ્રેસ) પહેરીને શ્રદ્ધાળુ મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી. મંદિરના પ્રવેશ દ્રાર પર આ પ્રકારની સૂચનાનું બેનર પણ લગાવવામાં આવ્યું છે.

ટ્રસ્ટ શું કહે છે

અંબાજી મંદિર ટ્રસ્ટ (Ambaji Mandir Trust) દ્રારા કહેવામાં આવ્યું છે કે ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચ્યા બાદ મંદિર વહિવટીતંત્રએ નિર્ણય લીધો છે કે મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ આપવામાં નહી આવે. જોકે મંદિર ટ્રસ્ટનું એ પણ કહેવું છે કે આ નિયમ જૂનો છે પરંતુ બોર્ડ ખરાબ થઇ જતાં નવું બોર્ડ લગાવવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં શામળાજી મંદિર (Shamlaji Mandir) માં નાના વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઇ ટુંકા કપડાં પહેરીને આવશે તો તેમને પીતાંબર પહેર્યા બાદ જ પ્રવેશ મળશે.