Surendranagar/ પાટડી શાક માર્કેટના ઓટલાની હરાજીમાં બોલી લગાવી નાણાં ભરપાઇ ન કરનાર 29ને પાલિકાએ નોટિસ ફટકારી

મળતી માહિતી મુજબ ૧લી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પાટડી નગરપાલિકા ખાતે શાકમાર્કેટની જાહેર હરાજી યોજાઈ હતી જેમાં વિવિધ અધિકારી સહિત ઓટલા ભાડા પટ્ટે રાખવા ઈચ્છતા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને જાહેર‌ હરાજીમા બોલી લગાવવામાં આવી હતી જેમાં ૫૭ હજારથી ૯ લાખથી વધુ એક ઓટલાની ઉચ્ચી બોલી………..

Top Stories Gujarat

@પ્રિયકાંત ચાવડા

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરપાલિકા દ્વારા પાટડી પોલિસ મથક પાસે નિર્માણ કરવામાં આવેલ સુભાષચંદ્ર બોઝ શાક માર્કેટના ઓટલાની હરાજી ૧લી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ યોજવામાં આવી હતી જેમાં બોલી લગાવનાર નાગરિકને ૧ માસમાં બોલીની રકમ ભરપાઈ કરવા મુદત આપવામાં આવી હતી પરંતુ મુદત વિતવા છતાં બોલીની રકમ ભરપાઈ ન કરનાર ૨૯ ઓટલા ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે અને છતાં નાણ ભરપાઈ નહીં કરવામા‌ આવે તો પોલિસ મથકે છેતરપિંડીની ફરીયાદ નોંધાવવામાં આવશેનો ઉલ્લેખ નોટિસમા કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ૧લી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પાટડી નગરપાલિકા ખાતે શાકમાર્કેટની જાહેર હરાજી યોજાઈ હતી જેમાં વિવિધ અધિકારી સહિત ઓટલા ભાડા પટ્ટે રાખવા ઈચ્છતા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને જાહેર‌ હરાજીમા બોલી લગાવવામાં આવી હતી જેમાં ૫૭ હજારથી ૯ લાખથી વધુ એક ઓટલાની ઉચ્ચી બોલી લગાવવામાં આવી હતી જેમને ૧ માસમાં નાણાં ભરપાઇ કરવા શરત રાખવામાં આવી હતી છતાં નાણાં જમા ન કરવાતા ૨૯ ઓટલા ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી જેમા ૧ ઓટલા ધારકે નાણાં જમા કરાવ્યા હતા પરંતુ હજુ ૨૮ ઓટલા ધારકોએ નાણાં ભરપાઇ ન કર્યા હોવાનું જણાવા મળે છે ત્રણ નોટિસ આપવા છતાં નાણાં ભરપાઇ નહીં કરે તેમની વિરુદ્ધ પોલિસ મથકે છેતરપિંડીની ફરીયાદ દાખલ કરવામાં આવનાર છે ત્યારે ઓટલામા બોલી બોલનાર ભાડા પટ્ટે ઓટલા રાખનાર અને નાણાં જમા નહીં કરાવનારમા દોડ ધામ મચી જવા પામી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Sports/ સનરાઈઝર્સ હૈદરાબાદની જર્સીમાં એવું ખાસ શું છે જેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે…

આ પણ વાંચોઃ Crime/ સુરતમાં ત્રીજા માળેથી પટકાતા વિદ્યાર્થીનીનું મોત

આ પણ વાંચોઃ National Creators Award 2024,/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ક્રિયેટર્સ એવોર્ડ આપતા અમદાવાદીઓ વિશે રસપ્રદ વાત કરી…