Entertainment/ આ અભિનેત્રી સાથે સબંધ બાંધવા દબાણ કર્યું હતું , 31વર્ષ બાદ અભિનેત્રી કર્યો ખુલાસો….

તાજેતરમાં પ્રસિદ્ધ અભિનેત્રી શેરોન સ્ટોને 31 વર્ષ પહેલાની એક ઘટના વિશે વાત કરી છે જેમાં તેમણે કાળી રાત વિશે જણાવ્યું છે. તેમને જ્યારે ફિલ્મ નિર્માતાએ સંબધ બાંધવા માટે દબાણ કર્યું હતું.

Trending Entertainment

હાલના દિવસોમાં જાણીતી અભિનેત્રી શેરોન સ્ટોને તેમના કાસ્ટિંગ કાઉચના અનુભવ વિશે ચોંકાવનાર ખુલાસો કર્યો છે, તેમણે વર્ષો બાદ ફિલ્મ નિર્માતા વિશે ખુલાસો કર્યો છે, કે નિર્માતાએ એક રાત સાથે વિતાવવાનું કહ્યું હતું.

નિર્માતાએ શેરોનને શું કહ્યું ?

અભિનેત્રી જણાવ્યું કે આ ઘટના વર્ષ 1993માં તેમની સાથે બની હતી જ્યારે તે સમય દરમિયાન ફિલ્મ સ્લિવરનું શુટિંગ કરી રહી હતી, ત્યારે તેમણે કહ્યું કે ફિલ્મ સ્લેવીર ફિલ્મ ‘સ્લેવીર’ના નિર્માતા રોબર્ટ ઈવાન્સ હતા. હું ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર હાજર રહેવાની હતી, પરંતુ નિર્માતાએ મને ઓફિસમાં બોલાવીને મને કહ્યું કે સારા પ્રર્ફોમેન્સ માટે, બિલી બાલ્ડવિન સાથે રાત વિતાવવી જોઈએ. નિર્માતાને લાગ્યું કે જો હું બિલી બાલ્ડવિન સાથે એક રાત વિતાવીશ, તો ફિલ્મમાં અમારી કેમેસ્ટ્રી સારી દેખાશે.

તમને જણાવી દઈએ કે નિર્માતા રોબર્ટ ઈવાન્સ હવે આ દુનિયામાં રહ્યા નથી. 2019માં તેમનું અવસાન થયું હતું. શેરોન અગાઉ 2021માં ધ બ્યુટી ઓફ લિવિંગ ટ્વાઈસમાં આ ઘટના વિશે જણાવી ચુક્યા છે. પરંતુ તે દરમિયાન તેમણે નિર્માતાનું નામ જાહેર કર્યું ન હતું.

બિલી બાલ્ડવિન પ્રતિક્રિયા આપી

શેરોન વધુમાં કહ્યું કે મને લાગે છે કે મારે આના પર એક પુસ્તક લખવું જોઈતું હતું, તે ઘણી મજેદાર થઈ શકી હોત. જોકે બિલી બાલ્ડવિને આરોપોને નકારી દીધા છે. શેરોન ભારતમાં બોલ્ડ ફિલ્મો માટે લોકપ્રિય અભિનેત્રી શેરોન સ્ટોને અનેક ધમાકેદાર ફિલ્મો આપી છે, સાથે તેમને આસ્કર, ગોલ્ડન ગ્લોબ અને એમી એવોર્ડ પણ મળ્યા છે, આ સિવાય અભિનેત્રી બોલ્ડ ફિલ્મોને લઈને ભારતમાં લોકપ્રિય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Oscars 2024 Winners/‘ઓપનહેઇમર’ને 7 એવોર્ડ, ‘પૂઅર થિંગ્સ’ને 4 એવોર્ડ મળ્યા, તેમજ નોલાન-રોબર્ટ ડાઉની જુનિયરને મળ્યો પ્રથમ ઓસ્કાર

આ પણ વાંચો:Russia Ukraine War/રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરવા જઈ રહ્યું હતું, પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ મામલો શાંત થયો

આ પણ વાંચો:GAZA STRIP/અમેરિકાએ ગાઝા પાસે અસ્થાયી બંદર બનાવી પેલેસ્ટિનિયનો માટે સહાયક જહાજ મોકલ્યું, નેતન્યાહુ સાથે ઘર્ષણ થયું