Not Set/ બે-સ્ક્રિન વાળો સ્માર્ટફોન લોન્ચ, એક ઉપર ફેસબુક તો બીજા પર જુવો વિડિઓ

એક એવા સ્માર્ટફોનની રચના થઈ છે જે બારણાં જેવા મિજાગરું ધરાવે છે. જો તમે ઇચ્છો તો તમે તેને ફ્લિપ ફોન કહી શકો છો પરંતુ દેશ માં પહેલાં તમે જોયો હતો તે ફ્લિપ ફોનની જેમ નહીં પણ તેનાથી ઘણો વિશેષ છે આ ફોન. ઝેડટીઈ ચાઇનાની એક કંપની છે, જેને બે-સ્ક્રિન વાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ […]

Tech & Auto

એક એવા સ્માર્ટફોનની રચના થઈ છે જે બારણાં જેવા મિજાગરું ધરાવે છે. જો તમે ઇચ્છો તો તમે તેને ફ્લિપ ફોન કહી શકો છો પરંતુ દેશ માં પહેલાં તમે જોયો હતો તે ફ્લિપ ફોનની જેમ નહીં પણ તેનાથી ઘણો વિશેષ છે આ ફોન. ઝેડટીઈ ચાઇનાની એક કંપની છે, જેને બે-સ્ક્રિન વાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.

આ સ્માર્ટફોનમાં બે ડિસ્પ્લે એકબીજા સાથે જોડાયેલા છે. ખાસ બાબત એ છે કે તે બંને એકસાથે મળીને કામ કરી શકે છે. પરંતુ જો તમે ઈચ્છતા હો તો તમે બંનેનો અલગ રીતે ઉપયોગ કરી શકો છો. આ અલગ અને અનોખા સ્માર્ટફોનનું નામ, “ઝેડ ટી ઈ એક્સઓન એમ” આપવામાં આવ્યું છે અને તે એન્ડ્રોઇડ ઓએસ પર ચાલે છે. તેમાં 5.2 ઇંચનો પૂર્ણ એચડી ડિસ્પ્લે છે અને તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 821 પ્રોસેસર છે. તેની બીજી સ્ક્રીન 5.2-ઇંચ પૂર્ણ એચડી છે. જો તમે બંનેનો એક સાથે ઉપયોગ કરો છો, તો તમે 10 ઇંચની સ્ક્રીનનો સ્માર્ટફોન વાપરી શકો છો. તેમાં 4 જીબી રેમ અને 20 મેગાપિક્સેલનો કેમેરા છે.