ભારતમાં નોકિયા 4.2 સ્માર્ટફોન 7 મે રોજ લોન્ચ થશે. એલઇડી નોટિફિકેશન લાઇટની સાથે પાવર બટન ઉપરાંત તેમાં ડેડીકેટેડ ગૂગલ આસિસ્ટન્ટ બટન પણ છે. આ જ ફીચર્સ સાથે MWC 2019 માં બાર્સેલોનામાં Nokia 4.2 અને Nokia 3.2 લોન્ચ કરાયો હતો.

આ છે નોકિયા 4.2ના ફીચર્સ
- એન્ડ્રોઇડ પાઇ વર્ઝન
- 7 ઇંચની HD+ (720×1520 પિક્સલ) a-Si TFT ડિસપ્લે
- 3 જીબી રેમ
- ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર
- 13 અને 2 મેગાપિક્સલના બે રિયર કેમેરા
- સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો
- 4 જી LTE, Wi-Fi 802.11 b/g/n
- માઇક્રો યુએસબી અને 3.5 એમએમનો હેડફોન જેક
- 3000 mAh ની બેટરી
- ફિંગરપ્રિન્ટ સ્કેનર
HMD ગ્લોબલે નોકિયા 4.2 ના ભારતમાં લોન્ચિંગની પુષ્ટિ નોકિયા મોબાઇલ ઇન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પર ટીઝર પોસ્ટ કરીને કરી છે. જો કે 7 મે ના રોજ ફોન રિલીઝ થવાની સાથે નોકિયા 3.2 પણ લોન્ચ થશે કે નહીં તે અંગે કોઇ સ્પષ્ટતા નથી કરાઇ.

નોકિયા 4.2ની કિંમતની વાત કરીએ તો 2GB + 16GB વેરિયંટની આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજે 11,700 રૂપિયા છે. જ્યારે 3GB + 32GB વેરિયંટની કિંમત 13,800 રૂપિયા છે. જ્યારે નોકિયા 3.2ની પ્રારંભિક કિંમત અંદાજિત રૂ.9,600 છે. ભારતના સ્માર્ટફોન માર્કેટમાં નોકિયા 4.2નો સીધો મુકાબલો Redmi Note 7 Pro, Realme 3 Pro અને Galaxy M30 સાથે થશે તેવું કહી શકાય.

