Not Set/ રાજકોટઃ ઉપલકાંઠે અને મોરબી રોડ ખાતે મનપા દ્વારા ડિમોલિશન, ગેરકાયદેસર બાંધકામો તોડાયા

મંતવ્ય ન્યૂઝ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઉપલકાંઠે અને મોરબી રોડ ખાતે કરવામાં આવેલી ડિમોલીશનની કાર્યવાહીમાં ગેરકાયદેસર દુકાનો, મકાનોના બાંધકામો તોડી પડાયા છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર મકાનો અને દુકાનોને કારણે ટ્રાફિકની પર વારંવાર સમસ્યાઓ સર્જાઇ રહી હતી. મનપા દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલીશનથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં […]

Gujarat Rajkot

મંતવ્ય ન્યૂઝ,

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઉપલકાંઠે અને મોરબી રોડ ખાતે કરવામાં આવેલી ડિમોલીશનની કાર્યવાહીમાં ગેરકાયદેસર દુકાનો, મકાનોના બાંધકામો તોડી પડાયા છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર મકાનો અને દુકાનોને કારણે ટ્રાફિકની પર વારંવાર સમસ્યાઓ સર્જાઇ રહી હતી.

મનપા દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલીશનથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આચારસંહિતાની આડમાં બનેલા મકાનો ડિમોલીશનની કાર્યવાહી દરમિયાન તોડી પડાયા હતા. કોઈ અનિચ્છિનિય બનાવ ન બને તે માટે એસઆરપીના સજ્જડ બંદોબસ્તમાં ડિમોલિશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.