જાનવરો રહેવા માટે સામન્ય રીતે પોતાનું ઘર શોધતા રહે છે અને જ્યાં તેમને જગ્યા મળી જાય ત્યાં તેઓ પોતાનું ઘર બનાવી લેતા હોય છે. ચીનમાં એક માણસની સાથે ખૂબ જ આશ્ચર્યજનક બનાવ બન્યો કે જ્યારે તે સુઈને ઉઠ્યો તો તેણે પોતાનાં કાનોમાં અસહ્ય દુઃખાવો અનુભવ્યો હતો. જ્યારે તે ડૉક્ટરને મળ્યો ત્યારે તેના પગ તળેથી જમીન ખસકી ગઈ, કારણ કે તેના કાનમાં એક ગરોળી ઘર બનાવીને રહેતી હતી. આ જ કારણ હતુ તે બિચારા માણસને માથાંનો દુઃખાવો અને કાનની બળતરા રિબાવી રહી હતી.
તે પહેલા કે ડૉક્ટર ગરોળીને કાનમાંથી બહાર કાઢે, તે શખ્સને એનેસ્થેસિયા આપવું જરૂરી હતું, કારણ કે ગરોળી હજી જીવતી હતી. જોકે આ કામ માત્ર પાંચ મિનિટનું હતું, પણ ઘણું જોખમી હતું. ગરોળી બહાર નિકાળતા જ જાણવા માંડ્યું કે તેની પૂંછ ગાયબ હતી કારણ કે ગરોળી સાથે તેની પૂંછ બહાર ન આવી. લોકો હવે આશા કરે છે કે ગરોળીની પૂંછ પહેલાથી જ કપાયેલી હશે.
