Not Set/ રોહિત શેટ્ટીએ કર્યો ખુલાસો, અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’માં કેટરીના કૈફ નિભાવશે આ ભૂમિકા

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને અભિનેત્રી કેટરિના કૈફને સ્ક્રીનમાં ફરી એક સાથે જોવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ જોડી ફરી એકવાર રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર પોલીસની ભૂમિકા ભજવતા જોવા મળશે. જેના વિશે ઘણી વિડિયોઝ અને ફોટા શેર કરવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી તે બહાર આવ્યું નથી […]

Uncategorized

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને અભિનેત્રી કેટરિના કૈફને સ્ક્રીનમાં ફરી એક સાથે જોવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ જોડી ફરી એકવાર રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર પોલીસની ભૂમિકા ભજવતા જોવા મળશે. જેના વિશે ઘણી વિડિયોઝ અને ફોટા શેર કરવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી તે બહાર આવ્યું નથી કે આ ફિલ્મમાં કેટરીના કૈફ કઇ ભૂમિકા ભજવશે. હવે આ સવાલથી પડદો ઉઠી ગયો છે. ડિરેક્ટર રોહિતે શેટ્ટી કહ્યું કે કેટરિના આ ફિલ્મમાં ડોક્ટરની ભૂમિકા નિભાવતી જોવા મળશે.

https://www.instagram.com/p/B6fx_R1BLRn/?utm_source=ig_embed

તાજેતરમાં, નેહા ધૂપિયાના ચેટ શો ‘નો ફિલ્ટર નેહા’ માં રોહિત શેટ્ટી સાથે વાત કરતી વખતે તેણે કહ્યું કે તે (કેટરિના કૈફ) ઘણા બધા સવાલો પૂછે છે.. શું આ ઠીક છે, શું તે યોગ્ય છે? હું તેને કહું છું કે તે સુંદર છે પણ એક તબક્કે હું બોલવાનું બંધ કરું છું.

https://www.instagram.com/p/B3bbcpAhu9c/?utm_source=ig_embed

તાજેતરમાં જ રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ એક વર્ષ પૂરા થવા પર રોહિત શેટ્ટીએ સૂર્યવંશીનું ટીઝર રિલીઝ કર્યું હતું. જેમાં અજય દેવગન, રણવીર સિંહ અને અક્ષય કુમાર પોલીસની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ વીડિયોને શેર કરતાં રોહિતે લખ્યું કે, ‘સિમ્બા’નું એક વર્ષ સેલિબ્રેટ કરતા… અંત સુધી જુઓ પણ અંત જાહેર કરશો નહીં.’

https://www.instagram.com/p/B6meBzShj-y/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ 27 માર્ચ 2020 ના રોજ રીલિઝ થવા જઈ રહી છે.

https://www.instagram.com/p/B5fV2TwhzWP/?utm_source=ig_embed

અક્ષય કુમારની વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ તેની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ રિલીઝ થઈ છે. અક્ષય સિવાય આ ફિલ્મમાં કરીના કપૂર, દિલજિત દોઝન્સ, કિયારા અડવાણી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. બીજી તરફ, કેટરિના કૈફ અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ‘ભારત’માં સલમાન ખાન સાથે જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.