TRP Game zone/ રાજકોટ અગ્નિકાંડને લઈ તપાસ તેજ, DGP અધિકારીઓની પૂછપરછ કરશે

રાજકોટ અગ્નિકાંડને લઈને તપાસ તેજ થઈ ગઈ છે. અધિકારીઓ આનંદ પટેલ અને રાજુ ભાર્ગવ સહિત…….

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ અગ્નિકાંડને લઈને તપાસ તેજ થઈ ગઈ છે. અધિકારીઓ આનંદ પટેલ,  રાજુ ભાર્ગવ સહિત 3 આઈપીએસની પૂછપરછ રાજ્યના પોલીસ વડા વિકસ સહાય કરશે. સઘન પૂછપરછમાં મોટા ખુલાસા થવાની પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે.

રાજકોટમાં શનિવારે સાંજના સમયે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથતી 28થી વધુના મોત થયા હતા. જેમાં ડીએનએ ટેસ્ટ બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા. બાદમાં સીટ અને ક્રાઈમ બ્રાંચે સસ્પેન્ડેડ અધિકારીઓની પૂછપરછ શરૂ કરી હતી, જેમાં ઘણી વિગતો મળી આવી હતી, ત્યારે તત્કાલિન રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ અને રાજકોટ પોલીસ કમિશ્નર, રાજુ ભાર્ગવ સહિત 3 આઈપીએસ અધિકારીઓની આજે પૂછપરછ કરવામાં આવશે.

અધિકારીઓની પૂછપરછ રાજ્યના પોલીસ વડા (ડીજીપી) વિકાસ સહાય કરશે. પોલીસ ભવન ખાતે તમામ અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. પૂછપરછ માટે ખાસ પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે. ડીજીપીની કડક પૂછપરછમાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે નવા ખુલાસા થશે તેવી શક્યતાઓ છે. હજુ ઘણા મોટા માથાઓના નામ ખુલશે કે શું તે અંગે પણ અટકળો તેજ થઈ છે. ગેમઝોન કાંડ કયો નવો વળાંક લઈને આવે છે તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં નદીમાં ડૂબવાથી 1નું મોત, 6નો આબાદ બચાવ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે અધિકારીઓની પૂછપરછ કરાઈ, વધુ ખુલાસા થવાની શક્યતા