#WATCH | Delhi: A fire broke out in two coaches of Taj Express between Tughlakabad – Okhla. All passengers are safe: CPRO, Northern Railway
A total of 6 fire tenders were rushed to the site. There is no injury or harm to any person, said DCP Railway pic.twitter.com/GG4417ssJh
— ANI (@ANI) June 3, 2024
New Delhi: દિલ્હીના સરિતા વિહાર પોલીસ સ્ટેશન નજીક તાજ એક્સપ્રેસ રેલ્વેના 4 ડબ્બામાં આગ લાગી છે. બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળેલ છે. ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
ગરમીના કારણે આગના બનાવો વધતા જઈ રહ્યાં છે. પરિણામે જાનહાનિ થવા પામે છે, ત્યારે દિલ્હીમાં આજે સાંજે 4.41 વાગ્યે તુઘલકાબાદ-ઓખલા વચ્ચે તાજ એક્સપ્રેસની બે બોગીમાં આગ લાગી હતી. DCP રેલ્વેના જણાવ્યા પ્રમાણે, ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. કોઈ જાનહાનિ થવા પામી નથી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. આઘ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી.
આ પણ વાંચો:બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસાનો ભય? આ તારીખ સુધી કેન્દ્રીય દળો તૈનાત રહેશે
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર શરૂ, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા
આ પણ વાંચો:મધ્યપ્રદેશના રાજગઢમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા સર્જાયો ભયાનક અકસ્માત, 13 લોકોના મોત
