Ahmedabad West Loksabha Seat Result 2024/ અમદાવાદ વેસ્ટમાં ભાજપને દિનેશ મકવાણાને કેટલી સફળતા મળશે

આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. ભાજપે ડો. કિરીટ સોલંકીની ટિકિટ કાપીને દિનેશ મકવાણાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ ભરત મકવાણાને મેદાને ઉતાર્યા છે. ત્યારે આજે જનતાએ દિનેશ મકવાણા કે ભરત મકવાણામાંથી કોના પર પસંદગી ઉતારી તે નક્કી થશે. 

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. ભાજપે ડો. કિરીટ સોલંકીની ટિકિટ કાપીને દિનેશ મકવાણાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ ભરત મકવાણાને મેદાને ઉતાર્યા છે. ત્યારે આજે જનતાએ દિનેશ મકવાણા કે ભરત મકવાણામાંથી કોના પર પસંદગી ઉતારી તે નક્કી થશે.  આમ આજનો જનાદેશ અમદાવાદમાં ભાજપની સ્થિતિ પણ દર્શાવશે અને બતાવશે કે અમદાવાદમાં હજી કોની પક્કડ છે.

2024માં અમદાવાદ વેસ્ટમાં કેટલું થયું મતદાન

2024ની ગુજરાત લોકસભા ચૂંટણીમાં  અમદાવાદ વેસ્ટમાં 55.45 % મતદાન થયું છે. જેમાં એલિસબ્રિજ વિધાનસભાક્ષેત્રમાં 56.54 %, અમરાઈવાડીમાં 51.35 %, દરિયાપુરમાં 57.8 %, જમાલપુર-ખાડિયામાં 54.63 %, મણિનગરમાં 56.98 %, દાણીલીમડામાં 56.79 % અને અસારવામાં 54.42 % મતદાન થયું છે.

2019માં શું હતી સ્થિતિ

2019ની વાત કરવામાં આવે તો  અમદાવાદ વેસ્ટ બેઠક પર 60.37 % મતદાન થયું હતું. જેમાં એલિસબ્રિજ વિધાનસભા ક્ષેત્રમાં 62.31 %, અમરાઈવાડીમાં 58.77 %, દરિયાપુરમાં 57.47 %, જમાલપુર-ખાડિયામાં 56.89 %, મણિનગરમાં 63.32 %, દાણીલીમડામાં 61 % અને અસારવામાં 60.97 % મતદાન થયું હતું. આ બેઠકમાં ભાજપે ડો. કિરીટ સોલંકીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે રાજુ પરમારને ઉભા રાખ્યા હતા. કિરીટ સોલંકીને 641622 મત મળ્યા હતા. જ્યારે રાજુ પરમારને 320076 મત મળ્યા હતા. કિરીટ સોલંકીનો 321546 મતના માર્જીનથી વિજય થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો

આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત