Rajkot News : રાજકોટમાં પોશ વિસ્તારમાં બનેલી ખળભળાટ મચાવતી ઘટનામાં સસરાએ પરિણીતાને બાહુપાશમાં જકડી લઈને ચુંબન કરી લીધું હતું. લગ્નની પહેલી રાત્રે જ પરિણીતાને ખબર પડી ગઈ હતી કે પતિ શારીરિક સંબંધ બાંધવા સક્ષમ નથી. જેને પગલે સસરાએ મારો દિકરો આ સુખ તને આપી નથી શકતો તો હું તને એ સુખ આપીશ કહીને ચુંબન કરી લીધું હતું. બીજીતરફ બાપ જેવા જ બેટા (દિયરે) પણ મારો ભાઈ સક્ષણ નથી તો શું થયું ભાભી તરીકે મારો પણ હક્ક છે કહીને બિભત્સ માંગણી કરી હતી.
અંતે પરિણીતાએ કંટાળીને પતિ, સસરા, દિયર અને સાસુ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. 27 વર્ષની આ પરિણીતાએ યુનિવર્સિટી રોડ પર આવેલા કારખાનેદાર પતિ સહિતના આરોપીઓના નામ સાથે ફરિયાદ આપી છે. ગ્રેજ્યુએટ થયેલી પરિણીતાના લગ્ન 2022 ના વર્ષમાં થયા હતા.પરિણીતાને આંચકો ત્યારે લાગ્યો જ્યારે પતિએ સુહાગરાતે જ કહ્યું કે હું તને પતિ તરીકેનું સુખ નહી આપી શકું. એ બધુ મારાથી નહી થાય. મારામાં એ ક્ષણતા જ નથી. સેક્સના વિચાર પણ આવતા નથી. પિતાના કહેવાથી મેં આ લગ્ન કર્યા છે. તેમછત્તા સમજુ પરિણીતાએ દવા અને દુઆથી સારૂ થઈ જશે, એમ કહીને મન મનાવી રાહ જોઈ હતી. તે સિવાય થોડા દિવસ બાદ પરિણીતાને એ પણ ખ્યાલ આવી ગયો હતો કે સાસરીયાને તેના પતિની શારીરિક ક્ષણતા અંગે જાણ છે.
દરમિયાન એક દિવસ પરિણીતા રસોડોમાં હતી ત્યારે સાસુ બાથરૂમમાં ગઈ હતી. જ્યારે સસરાએ જીમમાંથી આવીને પરિણીતાને પાછળથી બાથ ભરીને ચુંબન કરવાનું શરૂ કર્યું હતું. અચાનક થયેલા કૃત્યથી પરિણીતા ડરી ગઈ હતી અને આ શું કરો છો કહ્યું હતું. નફ્ફટ સસરાએ મારો દિકરો જે સુખ તને નથી આપી શકતો તે હું આપવા માંગું છુ તો તને શું વાંદો છે. એટલું જ નહી સાસુની હાજરીમાં પણ તે પરિણીતા સાથે ગેરવર્તન કરતા હતા. પતિ પણ સસરા સાથે સુવા માટે પરિણીતાને જીદ કરતો હતો. દિયર પણ રજામાં ઘરે આવે ત્યારે બિભત્સ ઈશારા કરીને ભાભી તરીકે મારો પણ હક્ક છે કહીને ગેરવર્તન કરતો હતો.
સસરાએ એકવાર તો પરિણીતાને પોતાના ખોળામાં જબરજસ્તી સુવાડી દીધી હતી, સાસુ જોઈ જતા તેણે પણ પરિણીતાને પતિ સક્ષણ ન હોવાની વાત પિયરમાં ન કહેવા જણાવ્યું હતું. સસરાએ પરિણીતાને કહ્યું હતું કે તે શરીર સુખ પણ આપશે અને બાળક પણ આપીશ. આ બદું કરવાના તને કરોડો રૂપિયા પણ આપીશ. પરંતુ તારે કોઈને વાત કરવાની નહી. તારે આજીવન અહીં રહેવાનું છે.
દરમિયાન એક દિવસ સાસુએ ઝપાઝપી કરીને દાગીના કઢાવી લેતા પરિણીતાએ તેના ભાઈને પોન કરીને બોલાવ્યો હતો. બાદમાં તે પિયર જતી રહી હતી અને પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનો હાહાકાર, 13 જ દિવસમાં 72નાં મોત
આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને મામલે ગેમઝોનના માલિકનો SIT સમક્ષ મોટો ધડાકો, ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ
