સુપ્રીમ કોર્ટે NEET-UG પરીક્ષા રદ કરવા અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે NEET પરીક્ષાના પરિણામોને લઈને કરવામાં આવેલ અરજીઓ મામલે NTA પાસેથી 8 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો છે. આજે NEET પરીક્ષા રદ કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. એડવોકેટ જે સાઈ દીપક NEET ઉમેદવારો વતી દલીલ કરી રહ્યા છે. અરજદાર વતી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ સમગ્ર મામલામાં પારદર્શિતા જાળવવામાં આવી નથી અને અમને આનો જવાબ જોઈએ છે. સુનાવણી દરમ્યાન કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરતા NEET પરીક્ષાનું આયોજન કરનાર NTAને નોટિસ જારી કરી છે. બેન્ચે આ મામલે NTA પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે, NTAનો જવાબ મળ્યા બાદ તે 8 જુલાઈએ સુનાવણી કરશે.
NTAને બેન્ચે જારી કરી નોટીસ
અરજીકર્તાઓને જવાબ આપતા જસ્ટિસ વિક્રમ નાથે સંમત થયા કે પરીક્ષાની પારદર્શિતા પર અસર થઈ છે. બેન્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA (NEET પરીક્ષાનું આયોજન કરનાર સંસ્થા)ને નોટિસ જારી કરવા જણાવ્યું છે. જોકે, વચગાળામાં બેન્ચે કાઉન્સેલિંગ પ્રક્રિયા રોકવા અથવા તેમાં વિલંબ કરવાનો ઇનકાર કર્યો છે. ગ્રેસ માર્કસ અને OMR શીટની ચિંતાઓને પડકારતી અન્ય વિવિધ અરજીઓ માટે, સુપ્રીમ કોર્ટે વકીલને અરજીઓને મુખ્ય ન્યાયાધીશ દ્વારા રૂટ કરવા અને SC રજિસ્ટ્રીમાં કેસ રજૂ કરવા જણાવ્યું છે.
પરીક્ષાના પરીણામને લઈને કરાઈ અરજી
NEET UG પરીક્ષા રદ કરવા અને 1 જૂનના રોજ કથિત પેપર લીકને લઈને ફરીથી પરીક્ષા યોજવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. પરિણામોની જાહેરાત પહેલા શિવાંગી મિશ્રા અને અન્ય નવ લોકોએ અરજી દાખલ કરી હતી. NTAના શેડ્યૂલ મુજબ, પરિણામ 14 જૂને જાહેર થવાનું હતું પરંતુ તે 10 દિવસ પહેલા એટલે કે 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. 1 જૂનના રોજ દાખલ કરાયેલી અરજી સિવાય, NEET UG પરિણામને લઈને સુપ્રીમ કોર્ટમાં કેટલીક વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજીમાં થોડા ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવાના NTAના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. બેન્ચે NTAને કહ્યું, “પારદર્શિતા પ્રભાવિત થઈ છે, તેથી અમને જવાબોની જરૂર છે,” વેકેશન બેન્ચે NTA પાસેથી જવાબ માંગતા હવે આ મામલાની 8 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચો: પૂર્વ અંતરિક્ષયાત્રીનું પ્લેન ક્રેશમાં મોત, સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો
આ પણ વાંચો: પાક.ને હતો ભારતનો ડર! આ કારણે પરમાણુ નીતિ બનાવી ન શક્યું…
આ પણ વાંચો: માત્ર 90 હજાર રૂપિયામાં ભારતીય પરિવારે સ્વિત્ઝર્લેન્ડની મુસાફરી કરી, જાણો કઈ રીતે
