Gir Somnath News : ગીરના જંગલોમાં વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોની સીમાવાડીમાં અવારનવાર જોવા મળતા હોય છે. ઘણીવાર સિંહ પરિવાર સાથે પણ જોવા મળે છે. હાલમાં અસહ્ય ગરમીને કારણે વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં નીકળતા હોય છે. તે સિવાય સંકારની શોધમાં પણ આંટાફેરા કરતા હોય છે. દરમિયાન ઉનામાં રહેણાંક વિસ્તારમાં એક સિંહણ રસ્તા પર દોડતી નજરે ચઢી હતી. જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ સિંહણ ઉના ગીર ગઢડા રોડ પરના જશરાજ નગર સોસાયટી વિસ્તારમાં મોડી રાત્રે જોવા મળી હતી. અહીંતી તે નજીકની વાડીમાં જતી રહી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેને કારણે રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.થોડા દિવસ પહેલા પણ એક સિંહ પરિવાર સુગર ફેક્ટરી વિસ્તારમાં આંટાફેરા કરતો દેખાયો હતો. જેને પગલે વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં
આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં