વડોદરા/ M.S. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ વિવાદમાં શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો આદેશ

M.S. યુનિવર્સિટીમાં પ્રવેશ ના મળતા વિદ્યાર્થીઓ નારાજ થયા. જે વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા તેને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મેદાનમાં ઉતર્યા છે.

Top Stories Gujarat Vadodara

Vadodara News : M.S. યુનિવર્સિટીમાં પ્રવેશ ના મળતા વિદ્યાર્થીઓ નારાજ થયા. જે વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા તેને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મેદાનમાં ઉતર્યા છે. વિદ્યાર્થીઓના પ્રવેશનો વિવાદ વકરતા મામલે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિધાર્થીઓને પ્રવેશ આપવા અંગે નિર્ણય કરવામાં આવ્યો. ઉચ્ચ શિક્ષણ મંત્રીએ દરમ્યાનગીરી કરી. શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને M.S. યુનિવર્સિટીમાં પ્રવેશ આપવાના આદેશ આપ્યા હતા.

M.S. યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. કોમર્સ ફેકલ્ટીમાં 75 ટકાએ પ્રવેશ અટકી જતા 2000 જેટલા વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થતા તેમના વાલીઓ પણ યુનિવર્સિટીના સત્તાધીશોથી નારાજ થયા હતા. તેમણે નારાજગી વ્યક્ત કરતા યુનિવર્સિટી સામે માનવસાંકળ રચી વિરોધ વ્યક્ત કર્યો હતો.

શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલના વિધાર્થીઓને પ્રવેશ આપવાના આદેશ બાદ એમ.એસ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. જણાવી દઈએ ગત વર્ષે જેટલા વિધાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મળ્યો હતો તેટલા જ વિધાર્થીઓને ચાલુ વર્ષે પણ પ્રવેશ અપાશે. વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે સરકારને ગેરમાર્ગે દોરતાં અનેક વિધાર્થીઓને પ્રવેશ નહતો મળ્યો. વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે નમતું જોખવું પડ્યું. વિધાર્થી, વાલી અને વિધાર્થી સંગઠનોની વાત ન સાંભળનાર વીસી વિજય શ્રીવાસ્તવને ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત સાંભળવી પડી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદી આજે ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કરશે જાહેર , કાશી વિશ્વનાથની પૂજા કરશે

આ પણ વાંચો: ભાજપે લોકસભા સ્પીકર માટે શતરંજનો પાટલો નાખ્યો

આ પણ વાંચો: ‘ઉત્તરપ્રદેશમાં યોગીને હટાવવા રચાયું ષડયંત્ર’ યોગી આદિત્યનાથ પર લખેલ એક પુસ્તકમાં અનેક ચોંકાવનારા ખુલાસા