નવસારી/ રહેજ ગામે શિરડી પગપાળા જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત,11 થી વધુ સાંઈ ભક્તો ઘાયલ

નવસારીના ગણદેવી તાલુકાના રહેજ ગામે શિરડી સાંઈ બાબાના દર્શનાર્થે જતાં ભક્તોને બે બાઇક ચાલકોએ અડફેટે લીધા હતા.  

Gujarat Others
  • નવસારી: ગણદેવીના રહેજ ગામે વિચિત્ર અકસ્માત
  • દર્શનાર્થે જતાં ભક્તોને બે બાઇક ચાલકોએ અડફેટે લીધા
  • પગપાળા શિરડી જતા 11 થી વધુ સાંઈ ભક્તો ઘાયલ

નવું વર્ષ બેસતા જ જાણે માઠી બેઠી હોય તેમ અલગ અલગ જગ્યાએ બે અમંગળ ઘટનાઓ સામે આવી હતી. જેમાં એક 11 થી વધુ સાઈ ભક્તો ઘાયલ થયા હતા. નવસારીના ગણદેવી તાલુકાના રહેજ ગામે શિરડી સાંઈ બાબાના દર્શનાર્થે જતાં ભક્તોને બે બાઇક ચાલકોએ અડફેટે લીધા હતા.  બે બાઈકની અડફેટે પગપાળા જતા 11થી વધુ સાઈભક્તો ઘાયલ થયા હતા.

મળતી માહિતી અનુસાર, નવસારીના રહેજ ગામે શિરડી પગપાળા જતા પહેલા ગામમાં પાલખીયાત્રા નીકળી હતી. ત્યારે બે બાઈક ચાલકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને બીલીમોરા અને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તો તો અકસ્માત સર્જનાર બંને બાઈક ચાલકોની હાલત ગંભીર છે.

શિરડી પગપાળા જતા પહેલા ગામમાં પાલખીયાત્રા નીકળી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને બીલીમોરા અને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.અકસ્માત સર્જનાર બંને બાઈક ચાલકોની પણ હાલત ગંભીર છે. ગંભીર રૂપે ઘાયલ બન્ને બાઈક સવારોને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને લઈને ગણદેવી પોલીસે તપાસ શરૂ કરી હતી.



આ પણ વાંચો:આ વખતે લોકસભાની 26 સીટ જીતવાની છે:સી.આર.પાટી

આ પણ વાંચો:ગાંધીનગરમાં ભયાનક ઘટના, વાંદરાઓએ 10 વર્ષના બાળકનું કર્યું મોત

આ પણ વાંચો:પુણામાં પાંચ વર્ષીય બાળકીનું બદકામ કરવા માટે અપહરણ કરનાર ઝડપાયો

આ પણ વાંચો:અમદાવાદની સડકો પર અફઘાનિસ્તાનના આ ક્રિકેટરનો હૃદય સ્પર્શી વીડિયો વાયરલ