T20WC2024/ નિકોલસ પૂરને ટી-20માં કરી યુવરાજવાળી, એક ઓવરમાં લીધા 36 રન

T20 વર્લ્ડ કપમાં આજે વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોની તોફાની સ્ટાઈલ જોવા મળી હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ અફઘાનિસ્તાનની મજબૂત બોલિંગ લાઈન-અપના છોતરા ઉખેડી નાખ્યા હતા.

Breaking News Sports

ન્યૂયોર્કઃ T20 વર્લ્ડ કપમાં આજે વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોની તોફાની સ્ટાઈલ જોવા મળી હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ અફઘાનિસ્તાનની મજબૂત બોલિંગ લાઈન-અપના છોતરા ઉખેડી નાખ્યા હતા. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપનો એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપ 2024નો હાઈ સ્કોર પણ બનાવ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝે 218 રન બનાવ્યા હતા

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. જે આ સિઝનનો સૌથી મોટો સ્કોર છે. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝે પાવરપ્લેમાં પણ સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આજ સુધી કોઈ ટીમ પાવરપ્લેમાં આટલો મોટો સ્કોર કરી શકી નથી. પાવરપ્લેમાં વેસ્ટ ઈન્ડિઝે 6 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 92 રન બનાવ્યા હતા. જે T20 વર્લ્ડ ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો પાવરપ્લે સ્કોર છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

મેચમાં નિકોલસ પૂરનનું તોફાન આવ્યું

આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ માટે વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં પુરને શાનદાર બેટિંગ કરી હતી અને 53 બોલમાં 98 રનની ઇનિંગ રમી હતી. પુરને પોતાની ઇનિંગ દરમિયાન 6 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. જેમાંથી એક ઓવરમાં નિકોલસ પુરને 36 રન બનાવ્યા હતા.

આ મેચમાં પુરને પણ પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલને પાછળ છોડીને એક ખાસ સિદ્ધિ મેળવી છે. પુરણ હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. પુરણના નામે હવે T20 ક્રિકેટમાં 128 સિક્સર છે. આ પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ક્રિસ ગેલના નામે 124 સિક્સર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુપર-8માં ટીમ ઈન્ડિયાની મેચો પર વરસાદનો ખતરો, આ મેચો રદ્દ થઈ શકે છે

આ પણ વાંચો: આયરલેન્ડ સામે હાઇવોલ્ટેજ મુકાબલો પાકે 3 વિકેટે જીત્યો

આ પણ વાંચો: આયરલેન્ડ સામે હાઇવોલ્ટેજ મુકાબલો પાકે 3 વિકેટે જીત્યો

આ પણ વાંચો: અંતિમ મેચ ધોવાતા ભારત હવે સુપર એઇટમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે