Gandhinagar News : ટેટ-ટાટ પાસ ઉમેદવારો પોતાની માંગણીઓને લઈને આજે ગાંધીનગરમાં ધરણા ઉપર ઉતર્યા છે. ઉમેદવારોએ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે. આ માંગને લઈને આજે ટાટ ઉમેદવારોએ સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવા ગાંધીનગરનમાં ધરણા પર ઉતર્યા. પોલીસે ઉમેદવારોના ઉગ્ર વિરોધને કાબૂ કરવાના પ્રયાસમાં ઝપાઝપી થઈ હોવાના દ્રશ્યો સર્જાયા હતા.
ગાંધીનગરમાં આજે શિક્ષકોની ભરતીને લઈને ટેટ-ટાટ પાસ ઉમેદવારો ધરણા પર ઉતરતા સરકાર સામે લડવાના મૂડમાં છે. એકબાજુ રાજ્યની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી પડી છે ત્યારે વહીવટીતંત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવાના બદલે કરારના આધારે ભરતી કરતા ઉમેદવારોની કારકીર્દીમાં અનિશ્ચિતતા જોવા મળે છે. સરકાર એકબાજુ બેરોજગારને રોજગારી આપવાનું વચન આપી રહી છે પરંતુ જ્ઞાનસહાયક યોજના લાગુ કરી 11 માસ આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. આ ભરતી કરવામાં આવેલ શિક્ષકો હંમેશા અનિશ્ચિતિતાના ધોરણે કામ કરે છે. આથી સરકારની જ્ઞાન સહાયક યોજનાને લઈને ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો.
ઉમેદવારોની માંગ છે કે કરાર આધારીત ભરતી કરવાના બદલે સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરે. આ મામલે હવે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં આજે મહાઆંદોલન છેડ્યું હતું. અને આથી જ અનેક ઉમેદવારો પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિકમાં કરાર આધારિત નિમણૂંક થઈ હોવા છતાં હાજર થયા નહોતા. ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આજે ગાંધીનગરમાં ધરણા પર ઉતરેલ ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરવા અંગેની બાંયેધરી નહી આપે ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન પૂર્ણ નહી કરે.
આ પણ વાંચો: IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની કરી ચોરી, બે ભેજાબાજ ભાઈબંધુઓનું કારસ્તાન
આ પણ વાંચો: નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર, કોર્પોરેટર રહેલ મીરા બેન પટેલ બન્યા મેયર
