Surendranagar News/ સુરેન્દ્રનગરના ચોટીલામાંથી ત્રણ કરોડનું સોનું ઝડપાયું

સુરેન્દ્રનગરના ચોટીલામાંથી ત્રણ કરોડ રૂપિયાનું સોનું ઝડપાયું છે. વાહન ચેકિંગ સમયે કરોડો રૂપિયાના સોનાના દાગીના ઝડપાયા હતા. સોનાના દાગીના ભરેલા સાત જેટલા બોક્સ ઝડપાયા હતા.

Gujarat Others Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગરના ચોટીલામાંથી ત્રણ કરોડ રૂપિયાનું સોનું ઝડપાયું છે. વાહન ચેકિંગ સમયે કરોડો રૂપિયાના સોનાના દાગીના ઝડપાયા હતા. સોનાના દાગીના ભરેલા સાત જેટલા બોક્સ ઝડપાયા હતા.

પોલીસે વાહન ચેકિંગમાં 4.12 કિલો સોનાના દાગીના ઝડપ્યા હતા. સોનાના દાગીના ભરેલા સાત બોક્સ ઝડપાયા હતા. સોનાના દાગીના લઈ જનારા તેના માટેના કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરી ન શકતા સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે સોનું લઈ જનારાઓને પણ પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે.

સામાન્ય રીતે સોનું તો મુખ્યત્વે એરપોર્ટ પર પકડાતું હોય છે અને તે દાણચોરીનું સોનું હોય છે. મુખ્યત્વે કસ્ટમ્સ વિભાગ તે પકડતું હોય છે. પણ આ રીતે રસ્તા પર જતી કારમાં ચેકિંગ દરમિયાન બિનહિસાબી સોનું પકડાતા પોલીસ પણ ચોંકી ઊઠી છે અને આ મામલે સઘન તપાસ આરંભી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો