Ahmedabad News : ગુજરાત ATSએ અમદાવાદમાંથી પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. લવ સ્વરૂપ ભીલ નામના પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના આતંકવાદી કનેક્શનને લઇ ATS દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.ગુજરાતમાં ઘૂસણખોરીની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ભારતીય સુરક્ષા દળો અવારનવાર ઘૂસણખોરી કરતા પાકિસ્તાની નાગરિકને ગુજરાતમાં ઘૂસણખોરી કરતા ઝડપી પાડે છે. તેવામાં ગુજરાત ATSએ પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે.ગુજરાત ATSને બાતમી મળી હતી કે પાકિસ્તાની નાગરિક લવ સ્વરૂપ ભીલ ઘૂસણખોરી કરીને ગુજરાત આવ્યો છે. બાતમીના આધારે ATSએ તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, કચ્છના ખાવડા નજીકથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો. પાકિસ્તાની સગીર ખાવડાથી ભારત-પાક સરહદ પાર કરીને ભારતીય સરહદમાં 30 કિમી સુધી ઘૂસી ગયો હતો. એક સ્થાનિકે શંકાસ્પદ સગીરને જોયો ત્યારે તેણે પશ્ચિમ કચ્છ પોલીસ અને સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોને જાણ કરી હતી. પોલીસે સગીરને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે. સ્વરૂપ દેવ ભીલ નામના સગીરે ભારત પાકિસ્તાનના સરહદી સિધ પ્રાતના ડેરમાવો ગામનો રહેવાશી છે. પાકિસ્તાની સગીરે પોલીસને કહ્યું છે કે હું માલધારી છું અને તેના પિતાએ તેને માલઢોરને ચરાવા કહ્યું હતું, પરંતુ તે ન જતાં, તેના પિતાએ તેને માર માર્યો હતો જેનું મનદુઃખ લગાડી તે ઘર છોડી સરહદ ઓળંગી આવ્યો હતો. તે ભારત-પાકિસ્તાન સરહદ અને પાણીના નાળામાંથી પસાર થતી ભારતીય સરહદમાં પ્રવેશ્યો અને લગભગ 30 કિમી સુધી ભારતના ખાવડા તરફ આગળ વધતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. હાલ સ્થાનિક પોલીસ અને એટી.એસ.એ. તેની પાસેથી એક મોબાઇલ જપ્ત કર્યો છે. અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે.
@મહેન્દ્ર મારૂ, કચ્છ
ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી ઘૂસણખોરી વધી રહી છે. અગાઉ દ્વારકાના 8થી વધુ ટાપુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાનીઓ આવે છે અને આતંકી ષડયંત્ર રચી શકે છે. આ ટાપુઓ નિર્જન હોવાથી લોકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પાકિસ્તાનીઓ દેશમાં ઘૂસણખોરી કરવા માટે નતનવા પેંતરા અપનાવે છે. ગુજરાત ATS શંકાસ્પદ લોકોની પૂછપરછ કરીને કાર્યવાહી કરી રહી છે.
@ RAVI BHAVSAR
આ પણ વાંચોઃ ગુજરાત ATS અને STF એ હરિયાણામાં ટેરરિસ્ટની ધરપકડ કરી, વિસ્ફોટકો પણ જપ્ત, અયોધ્યા સાથે લિંક
આ પણ વાંચો: WhatsApp એ ભારતીય વપરાશકર્તાઓ માટે વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્શન ફીચર શરૂ કર્યું
આ પણ વાંચો: ATSએ ખંભાત બાદ ધોળકામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો