જુઓ વીડિયો/ કમજોર દિલ વાળાએ અમદાવાદના અકસ્માતનો આ વીડિયો ભૂલથી પણ ન જોવો

તથ્ય પટેલ કાંડની યાદ તાજી અપાવે તેવો અકસ્માત

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News ; ચિક્કાર દારૂ પીધેલી વ્યક્તિ ગમે ત્યારે લથડિયું ખાઈ જાય તેમ અમદાવાદના બોપલમાં ચિક્કાર દારૂ ભરેલી કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જેમાં દારૂ ભરેલી ફોરચ્યુનર કાર થાર સાથે ધડાકાભેર ટકરાતા થારમાં બેઠેલા ત્રણ લોકોને જાનથી હાથ ધોવા પડ્યા હતા.

ફોર્ચ્યુનર કારે થારને મારેલી આ ટક્કરનો વીડિયો સામે આવ્યો છે. જે રીતે અકસ્માત થયો છે તે જોતા ભલભલાના કાળજા કંપી જાય તેવા દ્રશ્યો છે. અહીના સીસીટીવી કેમેરામાં ફોરચ્યુનર અને થાર કાર વચ્ચેનો અકસ્માત ઝીલાઈ ગયો છે.

જેમાં જાણે પોલીસની બીકથી આરોપી ભાગી રહ્યો હોય તેમ દારૂ ભરેલી ફોરચ્યુનર કાર પોલીસથી બચવા પૂરઝડપે જતી વીડિયોમાં દ્રષ્ટિગોચર થાય છે. પૂર ઝડપે જઈ રહેસી ફોર્ચ્યુનર કાર સામેથી આવતી થારને જે રીતે ટકરાય છે તે જોતા  થોડીવાર માટે મગર સુન થઈ જાય છે. એ કલ્પના કરવી મુસ્કેલ થઈ જાય છે કે અકસ્માત કરનાર કાર અને ભોગ બનનાર કારમાં બેઠેલા લોકોની હાલત અકસ્માત વખતે અને પછી શું થઈ હશે.

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં થારમાં બેઠેલા 3 જણાના કરૂણ મોત નીપજ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત