Ambalal forecast/ અંબાલાલ પટેલની ચેતવણીઃ રાજ્યમાં જુલાઈના અંત ભાગમાં પૂર આવી શકે

હવામાન જાણકાર અંબાલાલ પટેલે રાજ્યના લોકોને ચેતવણી આપી છે કે ગુજરાતમાં જુલાઈ દરમિયાન પૂર આવી શકે છે તેથી લોકોએ સાવધ રહેવું. રાજ્યમાં મહિનાના અંત સુધીમાં પૂરની સ્થિતિ આવી શકે છે.

Gujarat Ahmedabad Breaking News

Ambalal Forecast: હવામાન જાણકાર અંબાલાલ પટેલે રાજ્યના લોકોને ચેતવણી આપી છે કે ગુજરાતમાં જુલાઈ દરમિયાન પૂર આવી શકે છે તેથી લોકોએ સાવધ રહેવું. રાજ્યમાં મહિનાના અંત સુધીમાં પૂરની સ્થિતિ આવી શકે છે.

રથયાત્રા અંગે આગાહી કરતા અંબાલાલે જણાવ્યું હતું કે, રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે. અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. આ ઉપરાંત 6 અને 7 તારીખમાં હવાના હળવા દબાણના કારણે 7 થી 14 જૂલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ સિવાય આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. 11 જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે.

આગામી 7 જૂલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 15 જૂલાઈ ડિપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે. 17 થી 19 જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ છે. 25 જૂલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે.

બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, સુરત અને નવસારી, વલસાડ, તાપી, દમણમાં પણ વરસાદની હવામાનની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રમાં 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હજુ 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગે આજે શુક્રવારે સુરત સહિત દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરતમાં વહેલી સવારથી જ વરસાદ છે. સુરતના જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સતત વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરતના કોઝવેની સપાટી સતત વધી રહી છે.

અંબાલાલે જણાવ્યું હતું કે શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ

આ પણ વાંચો: સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા

આ પણ વાંચો: હું સુસાઇડ કરું છું…મારા પ્રોફેસર મારી સાથે માનસિક સતામણી કરે છે અને….

આ પણ વાંચો: બનાસકાંઠા, સુરત,  તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી