Not Set/ PM મોદીની મન કી બાતથી આકાશવાણી થયું માલામાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આકાશવાણી માટે વ્યવસાયિક રૂપથી લાભદાયી સાબિત થયા છે. મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતથી સરકારી રેડિયો સ્ટેશન આકાશવાણીએ ગત બે વર્ષોમાં 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે.સૂચના અને પ્રસારણ રાજ્ય મંત્રી રાજ્યવર્ધન રાઠોડે બુધવારે લોકસભામાં જણાવ્યું કે, મન કી બાત કાર્યક્રમથી ઓલ ઈન્ડિયા રેડિયોને 2015-16માં 4.78 કરોડ રૂપિયા અને 2015-16માં 5.19 કરોડ […]

Uncategorized

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આકાશવાણી માટે વ્યવસાયિક રૂપથી લાભદાયી સાબિત થયા છે. મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતથી સરકારી રેડિયો સ્ટેશન આકાશવાણીએ ગત બે વર્ષોમાં 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે.સૂચના અને પ્રસારણ રાજ્ય મંત્રી રાજ્યવર્ધન રાઠોડે બુધવારે લોકસભામાં જણાવ્યું કે, મન કી બાત કાર્યક્રમથી ઓલ ઈન્ડિયા રેડિયોને 2015-16માં 4.78 કરોડ રૂપિયા અને 2015-16માં 5.19 કરોડ રૂપિયાની આવક થઈ છે. તમને જણાવી દઈએ કે, 3 ઓક્ટોબર, 2014ના રોજ પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ શરૂ થયો હતો. આ માસિક રેડિયો કાર્યક્રમને દેશભરમાં લાખો લોકો સાંભળે છે.સરકારનો દાવો છે કે, કાર્યક્રમ ભારતની 99 ટકા આબાદી સુધી પહોંચે છે. આ કારણે આ કાર્યક્રમથી જાહેરાતનો ભાવ વધી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર દેશમાં પહોંચવાને કારણે તમામ કંપનીઓ આ રેડિયો શો પહેલા પોતાની જાહેરાત આપવા માંગે છે.આ રેડિયો કાર્યક્રમના માધ્યમથી પીએમ દેશના મહત્ત્વના સામાજિક, આર્થિક અને રાજનીતિક મુદ્દાઓ પર જનતા સાથે સંવાદ કરે છે અને જનતાના શબ્દોને પોતાના કાર્યક્રમના માધ્યમથી રજૂ કરે છે. રાજ્યવર્ધન રાઠોડે જણાવ્યું કે, દર મહિનના છેલ્લા રવિવારે પ્રસારિત થતા આ કાર્યક્રમને હિન્દી ઉપરાંત 18 ભાષાઓ અને 33 બોલીઓમાં તે જ દિવસે પ્રસારિત કરવામાં આવે છે.