કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. પક્ષના ધારાસભ્યો ટોચના બે નેતાઓની છાવણીમાં વહેંચાઇ ગયા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સંદર્ભે યોજાયેલી બેઠકમાં પણ બે ધારાસભ્યએ ગેરહાજર રહીને અશિસ્ત આચરી હતી. આવી રાજકીય કટોકટીનાે માહોલ શંકરસિંહ વાઘેલાએ આવતી કાલે પોતાના જન્મદિવસે ગાંધીનગરના ટાઉનહોલ સામેના મેદાનમાં સ્નેહમિલન કાર્યક્રમ ગોઠવતાં વધુ ગંભીર બન્યો હોવાનું જણાવતાં રાજકીય વર્તુળોમાં આજે શંકરસિંહ દિલ્હી રવાના થતાં જો દિલ્હી હાઇકમાન્ડ સાથે તેમની દિવસભરમાં કોઇ બેઠક થાય તો આ બેઠક શંકરસિંહ તેમજ ગુજરાત કોંગ્રસ માટે નિર્ણાયક બને તેમ પણ ચર્ચાઇ રહ્યું છે.વાઘેલાને દિલ્હી હાઇકમાન્ડનુું તાકીદનું તેડું આવતાં તેઓ આજે સવારે દિલ્હી જવા રવાના થયા હોવાની અટકળો થઇ રહી છે. જોકે શંકરસિંહ વાઘેલાનાં નિકટવર્તી વર્તુળો આવી અટકળોને ફગાવી દેતાં કહે છે, “તેમને દિલ્હી હાઇકમાન્ડ તરફથી કોઇ તેડું આવ્યું નથી.
Not Set/
શંકરસિંહની હાઇકમાન્ડ સાથેની બેઠક નિર્ણાયક બનશે?
કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. પક્ષના ધારાસભ્યો ટોચના બે નેતાઓની છાવણીમાં વહેંચાઇ ગયા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સંદર્ભે યોજાયેલી બેઠકમાં પણ બે ધારાસભ્યએ ગેરહાજર રહીને અશિસ્ત આચરી હતી. આવી રાજકીય કટોકટીનાે માહોલ શંકરસિંહ વાઘેલાએ આવતી કાલે પોતાના જન્મદિવસે ગાંધીનગરના ટાઉનહોલ સામેના મેદાનમાં સ્નેહમિલન કાર્યક્રમ ગોઠવતાં વધુ ગંભીર બન્યો હોવાનું જણાવતાં રાજકીય […]
