Maharashtra News/ પાલઘરમાં પિતા અને પુત્રએ ટ્રેનની નીચે પડતું મૂકી એકસાથે જીવનનો અંત આણ્યો, વિચલિત કરશે આ વીડિયો

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ભાયંદર સ્ટેશન પાસે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. એક 60 વર્ષીય પિતા અને તેના પુત્રએ આવી રહેલી લોકલ ટ્રેનની સામે પડીને જીવનનો અંત આણ્યો હતો.

Top Stories India

Maharashtra News: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ભાયંદર સ્ટેશન પાસે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. એક 60 વર્ષીય પિતા અને તેના પુત્રએ આવી રહેલી લોકલ ટ્રેનની સામે પડીને જીવનનો અંત આણ્યો હતો. આ ઘટના સોમવારે સવારે 9.30 વાગ્યે બની હતી. પિતા અને પુત્રની ઓળખ 60 વર્ષીય હરીશ મહેતા અને તેમના 35 વર્ષીય પુત્ર જય તરીકે થઈ છે. તે વસઈનો રહેવાસી હતો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે ટ્રેનને આવતી જોઈને બંનેએ એકબીજાના હાથ પકડીને ટ્રેક પર સૂઈ ગયા.

રેલ્વે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તેના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પિતા પુત્રએ આત્મહત્યા કર્યાનો વીડિયો સામે આવ્યો છે. આ એક દુઃખદ ઘટના છે. એક પિતા માટે પોતાના સંતાન કરતા વધુ મહત્વનું કંઈ હોતું નથી. આખરે પિતા-પુત્ર એવી કઈ પરિસ્થિતિમાં પસાર થતા હશે જ્યારે તેમણે આવું અંતિમ પગલું ભર્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હીમાં કિડની રેકેટનો પર્દાફાશ,બાંગ્લાદેશ સાથે હતું કનેક્શન

આ પણ વાંચો:મુંબઈમાં ભારે વરસાદને પગલે CM એકનાથ શિંદેની લોકોને અપીલ, ‘જરૂરિયાત વગર ઘરની બહાર ના નીકળો’, સેના એલર્ટ

આ પણ વાંચો:અમેઠીમાં પૂર્વાચલ એક્સપ્રેસ પર ભીષણ અકસ્માતમાં 5ના મોત, 3ની હાલત ગંભીર