ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ક્રિકેટના મક્કા, લોર્ડ્સમાં રમાઈ હતી. આ મેચમાં યજમાન ઈંગ્લેન્ડનો એક દાવ અને 114 રને વિજય થયો હતો. આ જીત સાથે ઈંગ્લેન્ડના મહાન ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી યાદગાર વિદાય લીધી. એન્ડરસને આ ટેસ્ટ મેચમાં પ્રથમ દાવમાં એક અને બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે 704 ટેસ્ટ વિકેટ સાથે પોતાની કારકિર્દી પૂરી કરી.
ગુસ એટકિન્સને શાનદાર પ્રદર્શન કર્યું
મેચના ત્રીજા દિવસે (12 જુલાઈ) વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેની બીજી ઈનિંગમાં 136 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પહેલા ઈંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં 371 રન બનાવ્યા હતા અને તેને 250 રનની લીડ મળી હતી. વેસ્ટ ઈન્ડિઝે તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 121 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની જીતનો હીરો ફાસ્ટ બોલર ગસ એટકિન્સન હતો. પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચ રમવા આવેલા એટકિનસને પ્રથમ દાવમાં સાત અને બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. ત્રીજા દિવસની રમત શરૂ થાય તે પહેલા જેમ્સ એન્ડરસનને તેના સાથી ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
22 વર્ષની યાદગાર કારકિર્દી…
41 વર્ષના જેમ્સ એન્ડરસને 2003માં લોર્ડ્સમાં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. એન્ડરસને ડિસેમ્બર 2002માં ઑસ્ટ્રેલિયા સામે વનડેમાં પદાર્પણ કર્યું હતું. ત્યારથી તેણે 188* ટેસ્ટ મેચ રમી છે. માત્ર ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરે એન્ડરસન કરતાં વધુ ટેસ્ટ મેચ રમી છે. સચિનના નામે 200 ટેસ્ટ મેચ છે. એન્ડરસન 700 ટેસ્ટ વિકેટની એવરેસ્ટ સર કરનાર વિશ્વનો પ્રથમ ઝડપી બોલર છે.
A guard of honour for a genuine great…
Jimmy Anderson, goodbye and thank you 🙏❤️ pic.twitter.com/W6KqFZgjSv
— England Cricket (@englandcricket) July 12, 2024
એન્ડરસને આ વર્ષે ભારત સામેની ધર્મશાલા ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવને આઉટ કરીને 700 વિકેટ પૂરી કરી હતી. જેમ્સ એન્ડરસને 194 વનડે રમી છે, જેમાં તેના નામે 269 વિકેટ છે. એન્ડરસને 19 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 18 વિકેટ લીધી હતી. એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટથી 1627 રન બનાવ્યા હતા. એન્ડરસનના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક અડધી સદી (81 રન) છે.
સૌથી વધુ ટેસ્ટ વિકેટ
1. મુથૈયા મુરલીધરન (શ્રીલંકા 1992-2010): 133 ટેસ્ટ – 800 વિકેટ
2. શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા 1992-2007): 145 ટેસ્ટ – 708 વિકેટ
3. જેમ્સ એન્ડરસન (ઈંગ્લેન્ડ 2003-2024): 188 ટેસ્ટ – 704 વિકેટ
4. અનિલ કુંબલે (ભારત 1990-2008): 132 ટેસ્ટ – 619 વિકેટ
5. સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ 2007-2023): 167 ટેસ્ટ – 604 વિકેટ
6. ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા 1993-2007): 124 ટેસ્ટ – 563 વિકેટ
ટેસ્ટ ક્રિકેટમાં જેમ્સ એન્ડરસન
મેચ: 188
વિકેટ: 704
સરેરાશ: 26.45
સ્ટ્રાઈક રેટ: 56.8
ઇકોનોમી રેટ: 2.79
ઇનિંગ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન: 7/42
મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન: 11/71
ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી: 32
મેચમાં 10 વિકેટ ઝડપી: 3
આ પણ વાંચો:ભારતીય ક્રિકેટ બોર્ડ ભારતની ટીમને ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં મોકલે
આ પણ વાંચો:ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે રમાશે 3જી T20 ઈન્ટરનેશનલ મેચ, બંને ટીમો માટે આજનો મુકાબલો મહત્વનો
આ પણ વાંચો:જ્યોતિ ઓલિમ્પિક હર્ડલ્સમાં ઉતરનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લીટ બનશે
