Vadodara News/ વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયી મામલે કમિશ્નરે કર્યો આદેશ

ત્યારે આ ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે…..

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરામાં વાઘોડિયા રોડની નારાયણ વિધાલયમાં દીવાલ ધરાશાઇ થવાના મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોર્પોરેશને સ્કૂલને નોટિસ આપી તમામ જરૂરી સર્ટિફિકેટ ફરી રજૂ કરવા આદેશ કર્યો છે. જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સહિત જરૂરી સર્ટિફિકેટ રજૂ નહીં થાય ત્યાં સુધી સ્કૂલ બંધ રાખવા  આદેશ કર્યો છે. કોર્પોરેશને સ્કૂલને એક મહિના પહેલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર ઝરણાં એસોસિયેટને પણ નોટિસ આપી છે. ઝરણાં એસોસિયેટે કઈ રીતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો તેનો ખુલાસો  કરવા કહ્યું છે.

માહિતી મુજબ શ્રી નારાયણ વિધાલય પાસે BU, ફાયર NOC સર્ટિફિકેટ હતું. કોર્પોરેશન સોમવારથી 15 વર્ષ જૂની બાંધકામ ધરાવતી સ્કૂલો પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે ઝુંબેશ હાથ ધરશે. દરેક સ્કૂલે રિપોર્ટ આપવો પડશે, જે રિપોર્ટ નહીં આપે તેની સામે કાર્યવાહી કરાશે.

વડોદરાની નારાયણ શાળાની ચાલુ શાળાએ દીવાલ ધરાશાયી થતાં બાળકો ઘાયલ થયા હતા. જેમાં બે બાળકો દટાયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે.

ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલય શાળાની પહેલા માળની દીવાલ ધરાશાયી થતા બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જેના શાળાની અંદરના ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ સામે આવતા દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે જોવા મળ્યું છે. વિદ્યાર્થીઓ શાળામાં લંચ બ્રેક દરમિયાન નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થઈ જાય છે, સાથે કેટલાક વિદ્યાર્થીઓ નીચે પડી જતા ઈજા પામ્યા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી મુજબ, વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે અને તેને 2 – 4 ટાંકા આવ્યા હતા. બાલ્કનીની અંદર અને બહારનો ભાગ ધરાશાયી થયો હતો. આ કાટમાળમાં 5 થી 7 જેટલી સાયકલો દબાઇ ગઇ હતી. શાળાનું બિલ્ડીંગ 2001માં બંધાયું હતું તેમ જાણવા મળેલ હતું.

સૂત્રો મુજબ, આ બાબત ગંભીર છે. મેં અત્યારે શિક્ષક જોડે વાત કરી તો તેમને શાળા જર્જરિત હોવાની ના પાડી. હાલમાં બારીઓમાં રિનોવેશન કામ ચાલી રહ્યું છે. જોકે, જ્યાં જર્જરિત હતું ત્યાં કામ કરવાની જરૂર હતી. રિનોવેશનની જરૂર હતી તેમ છતાં શાળા સંચાલકોએ કરાવ્યું નહોતું. જે ભાગ ધરાશાયી થયો ત્યાં સાયકલનું પાર્કિંગ હતું. બાળકો સાયકલ લેવા માટે ગયા હતા ત્યારે આ ઘટના બની છે. પોલીસે જણાવ્યું કે, અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ બાદ વધુ નક્કી કરી શકાશે, જે કોઇ જવાબદાર ઠરશે તો તેવી સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના 12.30એ બની હતી. અચાનક આ ઘટના બની ત્યારે અવાજ સાંભળીને અમે દોડીને ત્યાં ગયા હતા. બાળકને માથામાં ટાંકા આવ્યા છે. બાળકનું નામ સુથાર ધૈર્ય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, NDRF તૈનાત, 41 રસ્તાઓ બંધ થયા

આ પણ વાંચો: પોરબંદર જળબંબાકાર, 14 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું

આ પણ વાંચો:અમદાવાદ આવતી-જતી ઘણી ટ્રેનો આંશિક રદ્દ, જાણો ક્યાં સુધી રેલ સેવાનો લાભ નહીં મળે