પરસેવો એ આપણા શરીરની કુદરતી પ્રક્રિયા છે, જ્યારે આપણું શરીર ગરમ થાય છે ત્યારે પરસેવાની ગ્રંથીઓ સક્રિય થઈ જાય છે અને પરસેવો આવવા લાગે છે. આ પ્રક્રિયા શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સિવાય જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં પણ પરસેવો થાય છે, જેના કારણે શરીરની અંદરની ગરમી નીકળી જાય છે.
આપણું શરીર જયારે ગરમ થાય છે, ત્યારે આપણને પરસેવો થાય છે જે શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરસેવો એ શરીરને ઠંડુ રાખવાની કુદરતી રીત છે. પરસેવા દ્વારા, શરીરની અંદર એકઠા થયેલા ઝેરી તત્વો (ટોક્સિન્સ) બહાર આવે છે. તે આપણા શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
પરસેવાથી ત્વચાના છિદ્રો ખુલે છે અને ગંદકી દૂર થાય છે, ત્વચા સ્વચ્છ અને ચમકદાર રહે છે. પરસેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. પરસેવામાં રહેલા એન્ટિબોડીઝ શરીરને રોગોથી બચાવે છે.જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે આપણા શરીરમાં એન્ડોર્ફિન નામના હોર્મોન્સ નીકળે છે, જે મૂડને સારો રાખવામાં મદદ કરે છે. તેથી, વ્યાયામ કરવાથી આપણને આનંદ અને આરામનો અનુભવ થાય છે.
આ પણ વાંચો:પ્રેગ્નેન્સીમાં કેટલી ચા પીવી જોઈએ?
આ પણ વાંચો:શિશુઓ ચહેરાથી નહીં ગંધથી કરે છે પ્રિયજનની ઓળખ
આ પણ વાંચો: મગની દાળ કચોરી ઘરે કેવી રીતે બનાવશો, આજે જ જાણી લો રેસિપી
