અમરેલીના લીલીયા પાસે રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતા સિંહનું મોત નીપજયું છે. આ બનાવમાં સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ગઇકાલે મોડી રાત્રીના લીલીયા દામનગર વચ્ચે ચાર જેટલા સિંહનું ટોળુ રેલવે ટ્રેક ઉપરથી પસાર થતું હોય ત્યારે ટ્રેન આવી જતા ટ્રેન ફરી વળતા એક સિંહનું મોત થયું હતું. ત્યારે લીલીયા નજીક વધુ એક સિંહનુ ટ્રેન અડફેટે મોત નીપજ્યું છે.
રાત્રિના સમયેર સિંહ રેલવે ટ્રેક ક્રોસિંગ કરતા હતા હતા, ક્રોસિંગ કરતા સમયે મહુવા સુરત પેસેન્જર ટ્રેન અડફેટે આવતા ઘટના બની હતી.ટ્રેન આવી જતા આ ઘટના બની હોવાનું મુખ્ય વન સરક્ષકનું કહેવું છે,માહિતી અનુસાર વરસાદી માહોલ વચ્ચે પેસેન્જર ટ્રેન આવતી હતી.જ્યાં રેલવે ટ્રેક પર સિંહ આવી ચડતા અકસ્માત નીપજ્યો હતો.
સમગ્ર ઘટનામાં 1 સિંહનું મોત થયું છે મોડી રાતે વનવિભાગ દ્વારા સિંહનો મૃતદેહ કબ્જે લીધો હતો. અગાઉ પણ આ રૂટ પર 10 જેટલા સિંહના મોત થઈ ચૂક્યા છે. જેને લઈ વન્યજીવ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. તો સિંહ અકસ્માત મામલે વનમંત્રી મુળુભાઈ બેરાએ નિવેદન આપ્યુ છે. ભવિષ્યમાં આવા પ્રકારની ઘટના ના બને તે માટે સૂચના આપવામાં આવી છે. તેમજ આગામી સમયમાં ગાર્ડની સંખ્યામાં વધારવામાં આવશે. જો જરુર પડશે તો સિંહના વાઢની હાઈટમાં પણ વધારો કરવામાં આવશે.ત્યારે વનવિભાગ દ્રારા ટ્રેનની સ્પીડ અંગે તપાસ હાથ ધરશે.
