ANAND NEWS:આણંદની હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળવાણી ઘટના સામે આવી છે જ્યાં CVM યુનિ.ની હોસ્ટેલના ભોજનમાં શાક અને ભાતમાં ઈયળો અને મકોડા નીકળ્યા હતા,આપને જણાવી દઈએ આ ઘટના વલ્લભવિદ્યાનગરની રાણક હોસ્ટેલની છે. જ્યાં વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે ચેંડા થઇ રહ્યા છે આ ઘટના બાદવિદ્યાર્થીનીઓએ હોબાળો કર્યો હતો.
આવીજ એક ઘટના હૈદરાબાદના સુલતાનપુરમાં આવેલી જવાહરલાલ નેહરુ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમા બની હતી જ્યાં વિદ્યાર્થીઓ હોસ્ટેલની મેસમાં ભોજન જોઈને ચોંકી ગયા હતા. અહીં તેને તેના રસોડામાં પીરસવામાં આવતી ચટણીમાં એક ઉંદર તરતો જોયો. આનો એક વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સે ફરી એકવાર ફૂડ સેફ્ટીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે ફરી એકવાર ભોજનમાંથી જીવાત નીકળી હોવાનો કિસ્સો સામે આવતા વિધાર્થીઓ માટે ખરાબ સમાચાર કહી શકાય.
આણંદની હોસ્ટેલમાં ભોજનમાં નીકળી જીવાત નીકળવાની ઘટના સામે આવી. જી હા… આણંદની CVM યુનિ.ની હોસ્ટેલમાં ખાવામાં જીવાત નીકળી છે. માહિતી અનુસાર આ ઘટના વલ્લભવિદ્યાનગરની રાણક હોસ્ટેલની છે જ્યાં વિદ્યાર્થિનીઓના ભોજનમાં ઈયળો નીકળી છે. આ પ્રકારના આહારના લીધે લોકોના આરોગ્ય પર વિપરીત અસર પહોંચે છે.
આ પણ વાંચો:વાડી સ્વામિનારાયણ મંદિર દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન નામંજૂર
આ પણ વાંચો:સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાડામાં પડી, બાળકો સુરક્ષિત
આ પણ વાંચો:ગુજરાતમાં જળાશયો ઓવરફ્લો, ઉકાઈ અને મચ્છુ-3 ડેમમાં પાણીની આવક વધી
