Karnataka News/ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની વધી મુશ્કેલી, MUDA કેસમાં પરિવારના સભ્યો સામે ચાલશે કેસ

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી શકે છે. MUDA કેસમાં સીએમ સિદ્ધારમૈયા અને તેમના પરિવારના સભ્યો સામે ચાલી શકે છે કેસ.

Top Stories India

Karnataka News: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી શકે છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે MUDA (મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) કેસમાં સીએમ સિદ્ધારમૈયા અને તેમના પરિવારના સભ્યો સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે . મુખ્યમંત્રી કાર્યાલય (CMO)એ આ માહિતીની પુષ્ટિ કરી છે. જોકે, સિદ્ધારમૈયાએ આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. બે કામદારોની ફરિયાદના આધારે રાજ્યપાલે કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે સીએમ સિદ્ધારમૈયા દ્વારા કાયદાનું પાલન કરવાના વારંવારના દાવા છતાં MUDA દ્વારા સિદ્ધારમૈયાની પત્નીને 14 સાઇટ્સ ફાળવવામાં સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

MUDA 'scam': Special court reserves order on admitting private complaint against CM Siddaramaiah

સરકારી તિજોરીને રૂ. 45 કરોડનું નુકસાન થયું: ફરિયાદી
ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર ટીજે અબ્રાહમ અને અન્ય કેટલાક ફરિયાદીઓએ આક્ષેપ કર્યો છે કે મુડા કૌભાંડમાં ગેરકાયદેસર ફાળવણીથી રાજ્યની તિજોરીને રૂ. 45 કરોડનું નુકસાન થયું છે. ફરિયાદમાં સીએમ સિદ્ધારમૈયા, તેમની પત્ની, પુત્ર અને મુડા કમિશનર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

શું છે મામલો?
મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) એ કર્ણાટકની રાજ્ય સ્તરીય વિકાસ એજન્સી છે. આ એજન્સીનું કામ લોકોને પોષણક્ષમ ભાવે આવાસ આપવાનું છે. મુડા શહેરી વિકાસ દરમિયાન જમીન ગુમાવનારા લોકો માટે એક યોજના લાવી હતી.

Group Housing: MUDA sends DPR for Government approval - Star of Mysore

50:50 નામની આ યોજનામાં, જે લોકોએ જમીન ગુમાવી હતી તેઓ વિકસિત જમીનના 50 ટકા હકદાર હતા. આ યોજના પ્રથમ વખત 2009માં લાગુ કરવામાં આવી હતી. જો કે 2020માં તત્કાલીન ભાજપ સરકારે આ યોજના બંધ કરી દીધી હતી.

ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಪತ್ನಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲು: ಸಿಎಂ ದೆಹಲಿ ಪ್ರವಾಸ ಸಮಯದಲ್ಲಿ ಬದಲಾವಣೆ

મુખ્યમંત્રીના પત્નીને લાભ અપાયોઃ આક્ષેપ
એવો આરોપ છે કે સ્કીમ બંધ થયા પછી પણ મુડાએ 50:50 સ્કીમ હેઠળ જમીનો સંપાદન અને ફાળવવાનું ચાલુ રાખ્યું હતું. આરોપ છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને આ અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો. સીએમ સિદ્ધારમૈયાની પત્નીની 3 એકર અને 16 ગુંટા જમીન MUDA દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. બદલામાં, અપસ્કેલ વિસ્તારમાં 14 સાઇટ્સ ફાળવવામાં આવી હતી. મૈસુરની સીમમાં આવેલી આ જમીન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને તેમના ભાઈ મલ્લિકાર્જુન સ્વામીએ 2010માં ભેટમાં આપી હતી.

કોંગ્રેસ નેતા પ્રિયાંક ખરગેએ આપી પ્રતિક્રિયા

સિદ્ધારમૈયા સામે સંભવિત કાર્યવાહીને લઈને કોંગ્રેસ નેતા પ્રિયાંક ખરગેએ ટ્વીટ કર્યુ છે. તેમણે ટ્વીટ પોસ્ટમાં લખ્યું છે કે કર્ણાટકના રાજ્યપાલે સીએમ વિરુદ્ધ કાર્યવાહીને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. કર્ણાટકની સરકારને તોડી પાડવા અને નબળી પાડવાના પ્રયાસના ભાગરૂપે કેન્દ્રની ભાજપ સરકારે સત્તાનો દુરુપયોગ કર્યો. કેન્દ્ર સરકારે રાજભવનનો દુરુપયોગ કરી કર્ણાટકના રાજ્યપાલને હાથો બનાવતા સિદ્ધારમૈયા વિરુદ્ધ કાર્યવાહીનો પ્રયાસ કર્યો છે. પરંતુ કેન્દ્ર સરકાર ભલે અમને પાડવાના તમામ પ્રયાસ કરે પરંતુ અમે બંધારણને સાચવવાના ઇરાદા પર મક્કમ છીએ.

ભાજપનો આરોપ

સિદ્ધારમૈયાના જમીન મામલે કૌભાંડ કર્યાનો ભાજપે આરોપ લગાવ્યો છે. ભાજપે સિદ્ધારમૈયા અને તેમના પરિવાર દ્વારા જમીન કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું તેનો પર્દાફાશ કર્યો.

સિદ્ધારમૈયાની પ્રતિક્રિયા

કેન્દ્ર સરકારના આરોપ સિદ્ધારમૈયાએ પ્રતિક્રિયા આપી. સિદ્ધારમૈયાનું કહેવું છે રાજ્યપાલને આ મામલે હસ્તક્ષેપ કરવાનો હક્ક નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કર્ણાટક ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડમાં પીડિતો માટે 100 ઘરો બાંધશે, CM સિદ્ધારમૈયાની જાહેરાત

આ પણ વાંચો: કર્ણાટકના રાજ્યપાલે CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીની નોટિસ જારી કરી

આ પણ વાંચો: સિદ્ધારમૈયા સરકારનો મહત્વનો નિર્ણય, આરક્ષણ 100 ટકા ફરજિયાત બનાવવા બિલને આપી મંજૂરી