Banaskantha News: બનાસકાંઠા (Banaskantha)માં વધુ એક ભૂતિયા શિક્ષક (Teacher)નું કૌભાંડ સામે આવ્યું છે. બનાસકાંઠાના થરાદ (Tharad)ની એક શાળામાં એક શિક્ષિક (Teacher) દોઢ વર્ષથી ગાયબ છે. આ મામલે પ્રાપ્ત માહિતી મુજબ આ શિક્ષિકા વિદેશમાં છે. શિક્ષિકા વિદેશમાં પગાર દેશમાં. રાજ્યમાં ભૂતિયા શિક્ષકોના કૌભાંડ એકપછી એક બહાર આવી રહ્યા છે. આવા શિક્ષકો દેશની શાળામાં ગેરહાજર હોવા છતાં પગાર ખાય છે અને વિદેશમાં હોવા છતાં તેઓ શિક્ષક પદેથી રાજીનામું આપતા નથી.
પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠામાં વધુ એક ભૂતિયા શિક્ષક મળી આવ્યા. જો કે બનાસકાંઠા (Banaskantha) ના થરાદ (Tharad)ની સીધોતરા ગામની શાળાના શિક્ષિકા એક વર્ષ કરતાં પણ વધુ દિવસ સુધી શાળામાંથી ગાયબ છે. આ શિક્ષિકાનું નામ ઉષાબેન પટેલ હોવાનું અમને જાણવા મળ્યું અને એ પણ સામે આવ્યું કે ઉષાબેને વિદેશમાં જવા શાળામાંથી 3 મહિનાની રજા લીધી હતી. તેમણે લાંબી રજા મેળવવા માટે શાળામાં મેડિકલનું કારણ આપ્યું હતું. જો કે ઉષાબેનને શાળામાં પરત આવવાનો સમય થયો હોવા છતાં પણ તેઓ હાજર થયા નથી. શાળામાંથી મેડિકલ લીવ લીધેલ ઉષાબેન વિદેશમાં રહેતા હોવાથી તેઓ કપાત રજાએ વિદેશમાં રહે છે.
સીધોતરા ગામની શાળાના આ ગાયબ શિક્ષિકા ઉષાબેન છેલ્લા 1.5 વર્ષથી વિદેશમાં રહે છે. શાળામાંથી મેડિકલ લીવ લઈ વિદેશ ગમન કર્યા બાદ લાંબા સમયથી તેઓ દેશમાં પરત ફર્યા નથી. અને આમ છતાં પણ ઉષાબેનનું શિક્ષિકા તરીકે શાળામાં નામ ચાલુ છે. ત્રણ માસ બાદ પરત ફરવાનું જણાવ્યા બાદ ઉષાબેન હાલમાં કપાત રજાએ વિદેશમાં રહે છે. એટલે કે દેશમાં પગાર થાય છે વિદેશમાં વસવાટ થાય છે. દેશમાં શાળામાં હાજરી ના હોવા છતાં અને કોઈપણ કામગીરી ના કરતાં હોવા છતાં કપાત પગાર મળે છે.
