Vadodara News/ સુરત બાદ વડોદરામાં કાંકરીચાળો, અરબી ઝંડા ફરકાવાયા

સુરત પછી વડોદરામાં કાંકરીચાળો થયો છે. વડોદરામાં અર્બન સેવન બિલ્ડિંગ પર કોઈ અરબી ઝંડા લગાવી ગયું છે. તેના લીધે સ્થાનિકો ગુસ્સે ભરાયા છે. સોસાયટીમાં ઉજવવામાં આવતા ગણેશોત્સવ દરમિયાન જ કોઈ અરબી ઝંડા લગાવી ગયું છે. તેના લીધે સ્થાનિકોમાં આક્રોશ છે. આ અરબી ઝંડા સ્થાનિક કાઉન્સિલરે ઉતરાવ્યા છે.

Gujarat Vadodara Breaking News

Vadodara News: સુરત પછી વડોદરામાં કાંકરીચાળો થયો છે. વડોદરામાં અર્બન સેવન બિલ્ડિંગ પર કોઈ અરબી ઝંડા લગાવી ગયું છે. તેના લીધે સ્થાનિકો ગુસ્સે ભરાયા છે. સોસાયટીમાં ઉજવવામાં આવતા ગણેશોત્સવ દરમિયાન જ કોઈ અરબી ઝંડા લગાવી ગયું છે. તેના લીધે સ્થાનિકોમાં આક્રોશ છે. આ અરબી ઝંડા સ્થાનિક કાઉન્સિલરે ઉતરાવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. આ ઘટનાને વડોદરાની શાંતિ ડહોળવાની ઘટના તરીકે જોવામાં આવે છે. આ વિસ્તાર હિંદુ વિસ્તાર હોવાથી ગણેશોત્સવ દરમિયાન અરબી ઝંડા લગાવવાનો હેતુ સ્થાનિકોની લાગણીને ઉશ્કેરવાનો જ છે.

રતમાં સૈયદપુરા (Syedpura) પાસે ગણપતિ પંડાલ (Ganpatipandal) પર પથ્થરમારો (Stonepelting) થયો છે. મુસ્લિમ સમાજના ત્રણ યુવકોએ ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરતાં મામલો બીચકયો હતો. સ્થાનિકોએ પથ્થમારો કરનારા ત્રણ યુવકોમાંથી બેને ઝડપ્યા હતા. છેલ્લે મળેલા સમાચાર મુજબ સુરત પોલીસે ગણપતિ પંડાલ પર પથ્થર મારનારાની ધરપકડ કરી છે. તેઓની સામે કાયદાકીય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. સુરત પોલીસે પથ્થરમારાવાળા વિસ્તારોાં સઘન કોમ્બિંગ શરૂ કર્યુ છે.પોલીસે ભારે જહેમત પછી સુરતના સૈયદપુરા, લાલગેટ અને ચોકબજારની સ્થિતિને અંકુશમાં લીધી છે. આમ છતાં આ વિસ્તારમાં ભારેલો અગ્નિ છે તે જોતાં ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી છે. પોલીસને પણ પથ્થરમારામાં ઇજા થઈ છે.

સ્થાનિકોએ પથ્થરમારો કરનારા બંને યુવકોને બરોબરનો મેથીપાક આપ્યો હતો.  બનાવના પગલે પંડાલ ચલાવતા યુવકોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો. બનાવની સંવેદનશીલતા જોઈને ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરનારા કોઈને પણ છોડવામાં નહીં આવે. લાલગેટ અને ચોક બજાર પોલીસ ચોકીને લોકોએ ઘેરી લીધી છે, તેના પગલે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત પોલીસે ટીયરગેસના શેલ પણ છોડ્યા છે. આમ સુરતમાં ફરી એક વખત શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતથી રાતે અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર મહારાષ્ટ્રનાં નંદુરબાર સ્ટેશન પર પથ્થરમારો

આ પણ વાંચો: સુરત:નાનપુરા વિસ્તારમાં પથ્થરમારો, બે ટોળા સામસામે આવી ગયા હતા, ખાલી દારૂની બોટલનો મારો ચલાવવામાં આવ્યો, કાર ચાલક સાથે બાબલ થતા મામલો બિચક્યો હતો, સુરત ક્રાઇમ

આ પણ વાંચો: સુરત/ ફરી એક વખત પરપ્રાંતિયો વતન જવા બન્યા હિંસક, પોલીસ પર કર્યો પથ્થરમારો