Ahmedabad News: અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કામને કારણે 1 થી 9 નવેમ્બર સુધી કાલુપુરના પ્લેટફોર્મ નં. ચાર તબક્કામાં બંધ કરવામાં આવશે. જ્યારે ટ્રેનોને સાબરમતી અને અસારવા, વટવા અને ગાંધીનગર સ્ટેશનો પર ખસેડવામાં આવશે.
રિડેવલપમેન્ટના કાર્યના ભાગરૂપે, પ્લેટફોર્મ ચાર તબક્કામાં બંધ કરવામાં આવશે. જ્યારે કાલુપુરથી ઉપડતી ટ્રેનોને નજીકના રેલ્વે સ્ટેશન પરથી ખસેડીને દોડાવવામાં આવશે. હાલમાં સાબરમતી અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી ઘણી ટ્રેનો દોડી રહી છે. કેટલીક ટ્રેનોને સાબરમતી, અસારવા, વટવા સ્ટેશને ખસેડવાની તૈયારી ચાલી રહી છે.
તબક્કાવાર પ્લેટફોર્મ બંધ કરવાની કાર્યવાહી દરમિયાન, સૌરાષ્ટ્ર, ભુજ, રાજસ્થાન તરફથી આવતી ટ્રેનોના સ્ટોપિંગ સમયમાં પણ ઘટાડો કરવામાં આવશે. કેટલીક ટ્રેનોને મણિનગર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવી શકે છે. અમદાવાદની ટ્રેનોના મેઇન્ટેનન્સનું કામ પણ અન્ય સ્થળે ખસેડવામાં આવશે. અમદાવાદથી સૌરાષ્ટ્ર, ભુજ, રાજસ્થાનથી આવતી ટ્રેનોમાં પાર્સલ લોડ કરવાની કામગીરી પણ અન્ય સ્ટેશનો પર ખસેડવામાં આવશે. આગામી દિવસોમાં આ અંગેની જાહેરાત કરવામાં આવશે.
{પ્લેટફોર્મ નં. 7, 8, 9: 15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરી સુધી
{પ્લેટફોર્મ નં. 5, 6: 15મી ફેબ્રુઆરીથી 15મી મે સુધી બંધ
{પ્લેટફોર્મ નંબર 1, 2: 15 મે થી 12 ઓગસ્ટ 2025 સુધી બંધ
{પ્લેટફોર્મ નંબર 3, 4: 12 ઓગસ્ટથી 10 નવેમ્બર 2025 સુધી બંધ
મુંબઈ સહિત મણિનગર, વટવા સ્ટેશનથી કેટલીક ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. કર્ણાવતી એક્સપ્રેસ, એસી ડબલ ડેકર, સાબરમતી એક્સપ્રેસ, ચેન્નાઈ એક્સપ્રેસ, ચેન્નાઈ હમસફર એક્સપ્રેસ, પુરી એક્સપ્રેસ, ગુજરાત ક્વીન, ગોરખપુર એક્સપ્રેસ સહિત કુલ 28 ટ્રેનો મણિનગર અને વટવા રેલવે સ્ટેશન પરથી ચલાવવાની દરખાસ્ત છે.
આ પણ વાંચો: અમદાવાદના ચાર રેલ્વે સ્ટેશનોનું રિડેવલપમેન્ટ 115 કરોડના ખર્ચે થશે
આ પણ વાંચો: સ્વચ્છતા બાબતે અમદાવાદ રેલ્વે સ્ટેશન દેશમાં 202માં ક્રમે, તો ગ્રીન કવરમાં 0 અંક
