Railwaystation redevelopment/ અમદાવાદના ચાર રેલ્વે સ્ટેશનોનું રિડેવલપમેન્ટ 115 કરોડના ખર્ચે થશે

અમદાવાદ રેલ્વે સ્ટેશનનું રિડેવલપમેન્ટ તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ થવાનું છે. જ્યારે અસારવા રેલ્વે સ્ટેશનની કાયાપલટ 25.32 કરોડ રૂપિયાના ખર્ચે થશે. આ ઉપરાંત મણિનગર રેલ્વે સ્ટેશનની કાયાપલટ 10.26 કરોડ રૂપિયાના ખર્ચે થશે.

Top Stories India
Ahmedabad railway stations અમદાવાદના ચાર રેલ્વે સ્ટેશનોનું રિડેવલપમેન્ટ 115 કરોડના ખર્ચે થશે

અમદાવાદ રેલ્વે સ્ટેશનનું રિડેવલપમેન્ટ તો Ahmedabad railway stations redevelopment બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ થવાનું છે. જ્યારે અસારવા રેલ્વે સ્ટેશનની કાયાપલટ 25.32 કરોડ રૂપિયાના ખર્ચે થશે. આ ઉપરાંત મણિનગર રેલ્વે સ્ટેશનની કાયાપલટ 10.26 કરોડ રૂપિયાના ખર્ચે થશે. ચાંદલોડિયા રેલ્વે સ્ટેશનની કાયાપલટ 48.18 કરોડ રૂપિયાના ખર્ચે થશે. તેની સાથે વટવા રેલ્વે સ્ટેશનની કાયાપલટ 29.63 કરોડના ખર્ચે થશે. આમ અમદાવાદ ઝોનના કુલ ચાર રેલ્વે સ્ટેશનની કાયાપલટ 114 કરોડ કરતાં વધારે રૂપિયાના ખર્ચે થશે.

આ રિડેવલપમેન્ટના લીધે સૌથી મોટી રાહત અમદાવાદના મુખ્ય રેલ્વે સ્ટેશનને થશે. તેના લીધે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ટ્રેનોનું ભારણ ઘટતા ટ્રેનોએ સ્ટેશન પર પહોંચવા માટે રાહ જોવી પડે છે તે સમય પણ ઘટશે. Ahmedabad railway stations redevelopment તેની સાથે બીજો મોટો ફાયદો એ થશે કે અસારવાથી નવી ટ્રેનો પણ શરૂ કરી શકાશે. હાલમાં ઉદયપુર-અસારવા-સુરત સહિત અસારવાથી દિલ્હી તેમજ અન્ય ટ્રેનો શરૂ કરી શકાશે. તેની સાથે આ સ્ટેશનને મેટ્રો સાથે જોડવાની સંભાવના પણ ચકાસવામાં આવી રહી છે. આ ઉપરાંત ઉત્તર ભારતની ટ્રેનોને અહીં રોકવામાં આવી શકે છે.

આ જ રીતે મણિનગર રેલ્વે સ્ટેશનની કાયાપલટ થશે. તેના લીધે સૌથી મોટી શાંતિ ત્યાંના લોકોને ક્રોસિંગ આગળ થતાં ટ્રાફિક જામથી થશે. આ સ્ટેશનને પણ અત્યાધુનિક સગવડોથી આગવી ડિઝાઇનવાળુ Ahmedabad railway stations redevelopment બનાવવામાં આવશે. અમદાવાદ જતી બધી ટ્રેનોને અહીં સ્ટોપેજ મળે છે. તેની સાથે બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ બને છે તેને ધ્યાનમાં રાખીને તેને ડેવલપ કરવામાં આવશે.

ચાંદલોડિયા રેલ્વે સ્ટેશનની 48.18 કરોડના ખર્ચે કાયાપલટ થશે. તેના લીધે સૌથી મોટી શાંતિ એ થશે કે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફની ટ્રેનો બધી ત્યાંથી થશે, કારણ કે હાલમાં તો સાબરમતી ખાતેનું રેલ્વે સ્ટેશન બુલેટ ટ્રેનના Ahmedabad railway stations redevelopment નેજા હેઠળ આવતા ત્યાં કદાચ ટ્રેનો લાવવી ઓછું શક્ય બનશે. તેથી હાલમાં કચ્છની જે ટ્રેન શરૂ થઈ છે તેવી રીતે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી વંદે ભારત ટ્રેનો દૈનિક ધોરણે શરૂ કરવામાં આવનાર છે. તેને ધ્યાનમાં રાખીને આ ટ્રેન શરૂ કરવામાં આવનાર છે.

જ્યારે વટવા રેલ્વે સ્ટેશનની કાયાપલટ 29.63 કરોડના ખર્ચે થનારી છે. બધા રેલ્વે સ્ટેશનોમાં સૌથી વધુ તરછોડાયેલું રેલ્વે સ્ટેશન હોય તો વટવા રેલ્વે સ્ટેશન છે. હવે આ સ્ટેશનને વિશ્વસ્તરનું બનાવવામાં આવશે. આ બધા સ્ટેશન પર પર મહદ અંશે સ્થાનિક પ્રોડક્ટ હોય તે ધ્યાનમાં રાખવામાં આવશે. દરેક સ્ટેશન વાઇફાઇથી સજ્જ હશે. તેને ભવિષ્યમાં મેટ્રોની કનેક્ટિવિટી પણ પૂરી પાડવામાં આવશે.

આ રિડેવલપમેન્ટના ભાગરૂપે સ્ટેશન પર સરક્યુલેટિંગ એરીયા, લિફ્ટ, શૌચાલય, એસ્કેલેટર, ફ્રી વાઇફાઇ, લોકલ પ્રોડક્ટ માટે કિઓસ્ક જેવી સગવડો હશે. અહીં સ્થાનિક બનાવટના ઉત્પાદનોને પ્રાધાન્ય આપવામાં આવશે. તેની સાથે ખાવાપીવાની સામગ્રી પણ સ્થાનિક સ્તરની હશે.

 

આ પણ વાંચોઃ Redevelopment/જાણો ગુજરાતના કેટલા રેલ્વે સ્ટેશનોની કેટલા ખર્ચે થશે કાયાપલટ

આ પણ વાંચોઃ પંચમહાલ/દિંવ્યાંગ સગીરા પર દાદાએ ગુજાર્યું દુષ્કર્મ,માતા અને કાકીએ દાદાને કર્યા માફ..અંતે વિદેશમાં રહેલા પિતાને જાણ થતાં ફરિયાદ નોંધાઇ

આ પણ વાંચોઃ જૂનાગઢ કે ખાડાગઢ?/જૂનાગઢનું ખાડે ગયેલું તંત્ર, કમરતોડ રસ્તાથી ત્રસ્ત નાગરિકો

આ પણ વાંચોઃ ટીવીમાં થયો વિસ્ફોટ/સુરતમાં ચાલુ ટીવીમાં અચાનક થયો બ્લાસ્ટ, મચી ભાગદોડ

આ પણ વાંચોઃ Gujarat BJP/ગુજરાત BJPના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, જાણો સમગ્ર મામલો