Not Set/ લોકસભા ચૂંટણીની કવાયત તેજ, ભાજપ કાર્યાલય કમલમમાં બેઠકોનો દૌર

ગાંધીનગર, ગાંધીનગરમાં લોકસભા ચુંટણીની કવાયત તેજ થઇ ગઇ છે..ભાજપ કાર્યાલય કમલમમાં બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. CM અને Dy.CMની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. સૌરાષ્ટ્રની 4 લોકસભા બેઠકની સમીક્ષા હાથ ધરાશે. પ્રદેશ પ્રમુખની જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સમીક્ષા થશે. લોકસભા બેઠકના પ્રભારી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. ગાંધીનગર ખાતે સાંજે યોજાનારી આ બેઠકમાં સૌરાષ્ટ્રની ૪ લોકસભા બેઠકો જામનગર, […]

Top Stories Gujarat Trending
mantavya 36 લોકસભા ચૂંટણીની કવાયત તેજ, ભાજપ કાર્યાલય કમલમમાં બેઠકોનો દૌર

ગાંધીનગર,

ગાંધીનગરમાં લોકસભા ચુંટણીની કવાયત તેજ થઇ ગઇ છે..ભાજપ કાર્યાલય કમલમમાં બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. CM અને Dy.CMની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.

સૌરાષ્ટ્રની 4 લોકસભા બેઠકની સમીક્ષા હાથ ધરાશે. પ્રદેશ પ્રમુખની જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સમીક્ષા થશે. લોકસભા બેઠકના પ્રભારી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.

ગાંધીનગર ખાતે સાંજે યોજાનારી આ બેઠકમાં સૌરાષ્ટ્રની ૪ લોકસભા બેઠકો જામનગર, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ બેઠકમાં પ્રદેશ અગ્રણીઓ ઉપરાંત જે તે લોકસભા બેઠકના પ્રભારી, લોકસભા બેઠકના ઇન્ચાર્જ – સહઇન્ચાર્જ, જિલ્લા પ્રભારી મંત્રીશ્રી, જિલ્લા સંગઠન પ્રભારી, જિલ્લા પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહશે .

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે ગઈકાલે લોકસભા બેઠકના પ્રભારી, ઇન્ચાર્જ – સહ ઇન્ચાર્જની નિયુક્તિ બાદ ઉત્તરઝોનની લોકસભા બેઠકોની સમીક્ષા હાથ ધરી હતી.

આજે ભાજપ સૌરાષ્ટ્રની ૪ લોકસભા બેઠકની સમીક્ષા કરશે, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રની ૪ લોકસભા બેઠકની સમીક્ષા હાથ ધરાશે. આ ઉપરાંત આજે  બપોરે ૩ કલાકે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિસ્તારકોની બેઠક યોજાશે .