Vadodara News: હાલમાં જૈન સંપ્રદાય પર્યુષણ પર્વ નિમિત્તે પારણા ઉત્સવ મનાવી રહ્યો છે. આ પાવન પર્વને લઈને સંસ્કાર નગરી વડોદરામાં સૌથી નાની તપસ્વીએ અઠાઇનું તપ કર્યુ હતુ. ફક્ત સાડા પાંચ વર્ષની દીકરીએ અઠઇનું તપ કરતાં આઠ દિવસ સુધી ફક્ત ઉકાળેલું પાણી પીધું હતું.
પર્યુષણ પર્વમાં અઠઈના તપમાં સવારે સાડા નવથી સાંજે સાડા છ વચ્ચે ઉકાળેલું પાણી પીવામાં આવે છે. આ સિવાય બીજો કોઈપણ પ્રકારનો આહાર લેવામાં આવતો નથી. અન્ન નો દાણો લીધા વગર કરવામાં આવતા ઉપવાસ ને અઠાઇ તપ કહેવામાં આવે છે.
હાલમાં સમગ્ર વડોદરામાં જૈનોના મહાપર્વ પર્યુષણની ઉજવણી ચાલી રહી છે. તેના લીધે દેરાસરો અને ઉપાશ્રયોમાં શ્રદ્ધાળુઓની પણ ભીડ જોવા મળી રહી છે. પર્યુષણ પર્વમાં તપ, ત્યાગ અને આરાધનાનું આગવું મહત્વ છે. સત્ય અને અહિંસાની સાથે ક્ષમાયાચના આપતું પર્વ છે. આ પર્વ નિમિત્તે મહાવીર જન્મવાચન થાય છે.
રાજ્યમાં પર્યુષણના પર્વ દરમિયાન કેટલાય વિસ્તારોમાં કતલખાના બંધ રહે છે. આ સમયગાળા દરમિયાન જિનાલયો અને જૈન ઉપાશ્રયોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સીએમે પણ સંદેશો આપ્યો હતો કે પર્યુષણ પર્વ એટલે કે ક્ષમાયાચનાનું પર્વ. એકબીજાની ભૂલોને માફ કરવાનું પર્વ. ખરાબ સમયને પાછળ મૂકી આગળ વધવાનું પર્વ. સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાનું પર્વ. આ સમયગાળા દરમિયાન કેટલાય જૈનો ઉપવાસ પણ કરે છે.
આ પણ વાંચો: આજથી જૈનોના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ દેરાસરો-ઉપાશ્રયો રહેશે ભકિતસભર
આ પણ વાંચો: રાજકોટ: તા.12થી 20 સુધી કતલખાના બંધ રહેશે, જૈનોના પર્યુષણ પર્વને લઇ કતલખાના રહેશે બંધ
