PM Modi News: PM મોદી આજે ડોડામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. લોકોને સંબોધન કરતા તેમણે વિરોધીઓ પર પ્રહાર કર્યા. 3 પરિવારોએ આતંકવાદ માટે જમીન તૈયાર કરી. અને આ પરિવારોએ પોતાના લાભ લેવા અલગાવવાદનો મધપૂડો છંછેડયો. ભાજપે કાશ્મીરી પંડિતોનો અવાજ ઉઠાવ્યો. લોકો પહેલા લાલચોક જવા માટે ડરતા હતા. કોંગ્રેસના ગૃહમંત્રી પણ લાલચોકમાં નહોતા જતા. હવે જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદ અંતિમશ્વાસ લઈ રહ્યો છે. વાતાવરણ ભયમુક્ત બનશે. અમે સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ કાશ્મીરનું નિર્માણ કરીશું.
અંહીના સરકારોએ તમારા બાળકો પર ધ્યાન ના આપ્યું. તમારે શાળા અને પાણીની ટાંકી જેવી સામાન્ય બાબત માટે આંદોલન કરવું પડુયું. આ ચૂંટણી તમારા બાળકોનું ભવિષ્ય નક્કી કરશે. કેટલાક રાજનૈતિક દળોએ પોતાનું હિત સાધ્યું પરંતુ તમારા બાળકોના ભવિષ્ય વિશે વિચાર નથી કર્યો. તમે તેમને પોતાના માન્યા પરંતુ તેમણે જ તમને અન્યાયા કર્યો. છેલ્લા 4-5 વર્ષમાં ભાજપે શાળા-કોલેજ બનાવી. અંહીયા પારિવારીક રાજકીય પાર્ટીઓ મોજ કરી રહી છે. છેલ્લા 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં મોટો બદલાવ આવ્યો. 2014 બાદ જમ્મુ કાશ્મીરમાં બહુ સારો બદલાવ થયો. આ વખતે અંહી ચૂંટણી થવા જઈ રહી છે. આ ચૂંટણી જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ગાથા લખશે. ભાજપ પક્ષ ફક્ત કહેતો નથી પરંતુ કરીને બતાવે છે.
ભાજપ આતંકનો ખાતમો કરશે અને કનેક્ટીવીટિ વધુ મજબૂત કરશે. દેશ તથા વિદેશના લોકો ભય વગર જમ્મુ-કાશ્મીરમાં ફરી શકશે. અંહીયા ટૂરિઝમને વેગ મળે તેવા તમામ પ્રયાસો અમે કરી રહ્યા છીએ. છેલ્લા કેટલાક સમયમાં હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય વધ્યો. જમ્મુથી શ્રીનગરનું અંતર ઘટયું. ભાજપ આતંકવાદ વગરનું જમ્મુ-કાશ્મીર બનાવવા જઈ રહી છે. ગરીબ પરીવારોને મફત શિક્ષણ અને સારવાર મળે તેવો પ્રયાસ કરીશું. ભાજપે ગરીબોને મફત સારવારનું વચન આપ્યું. રેલ્વે લાઈન માટે મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. અમારી સરકાર આ વિસ્તારના તમામ નાના ખેડૂતોની સાથે ઉભી છે.
આ પણ વાંચો:પીએમ મોદી પરંપરાગત મરાઠી શૈલીમાં ચીફ જસ્ટિસના નિવાસસ્થાને પહોંચ્યા, કરી ગણપતિ બાપ્પાની પૂજા
આ પણ વાંચો:પીએમ મોદી ત્રીજી વખત પીએમ બન્યા બાદ 16-17 સપ્ટે. પહેલી વખત ગુજરાત આવશે
આ પણ વાંચો:પાટનગરમાં યોજાશે RE-INVEST 2024 એક્સ્પો, પીએમ મોદી કરશે શુભારંભ
