Gandhinagar News/ પાટનગરમાં યોજાશે RE-INVEST 2024 એક્સ્પો, પીએમ મોદી કરશે શુભારંભ

ગાંધીનગર ખાતે યોજાનાર RE-INVEST-2024ની તૈયારીઓની સમીક્ષા કરતા કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી

Gujarat Gandhinagar

Gandhinagar News: ગાંધીનગર ખાતે આગામી તા. 1 6થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ચોથા ગ્લોબલ RE-INVEST રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો-2024નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરાવશે.

RE-INVEST-2024ની તૈયારીઓની સમીક્ષા કરવા કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશી આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમ સ્થળ (મુખ્ય કનવેંશન હોલ) તેમજ એક્ઝીબિશન હોલ સહિતની તમામ વ્યવસ્થાઓની જાત મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કાર્યક્રમલક્ષી વિવિધ બાબતોની તલસ્પર્શી માહિતી મેળવી હતી. નાગરિકોની ભાગીદારી વધારવા તેમજ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા મંત્રીએ જરૂરી સૂચનો પણ કર્યા હતા.

આ બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ગુજરાત સરકારના પ્રોએક્ટિવ એપ્રોચની સરાહના કરી હતી તેમજ સંપૂર્ણ સહયોગ માટે ગુજરાત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીની મુલાકાત દરમિયાન ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના સચિવ  ભૂપિંદરસિંઘ ભલ્લા તેમજ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર ઉપરાંત GUVNLના મેનેજિંગ ડિરેક્ટર  જયપ્રકાશ શિવહરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે, ભારત સરકાર તરફથી નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના સંયુક્ત સચિવ  લલિત બોહરા તેમજ ગુજરાત સરકાર તરફથી UGVCLના મેનેજિંગ ડિરેક્ટર અરુણ મહેશ બાબુએ તૈયારીઓ અંગે પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આજે દેશભરમાં યોજાશે નીટ-PG પ્રવેશ પરીક્ષા

આ પણ વાંચો: નીટ યુજી: અમદાવાદ-રાજકોટના વિદ્યાર્થીઓને 700થી વધુ માર્ક આવતા ચર્ચા

આ પણ વાંચો:  નીટ પરીક્ષામાં ચોરીઃ પરીક્ષાના દિવસના સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ ટીમ પરત ફરી