Vande Bharat Express : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 6 નવી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી છે. દેશમાં હવે વંદેભારત ટ્રેનની સંખ્યા 54થી વધીને 60 થઈ ગઈ છે. વંદે ભારત ટ્રેન દેશના 24 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો મળીને આશરે 280થી વધુ જિલ્લાને કવર કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસે છે. જ્યાં તેઓએ વર્ચ્યુઅલી 6 વંદે ભારત ટ્રેનેને લીલીઝંડી બતાવી હતી. રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં વંદે ભારત ટ્રેનોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. લોકોને રેલવેની કનેક્ટિવિટી મળી રહે માટે નવી વંદે ભારત ટ્રેનને શરૂ કરવામાં આવી રહી છે.
રેલવે મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, મેક ઈન ઈન્ડિયાની થીમ પર સ્વદેશી રૂપથી આધુનિક સુવિધા સાથે વંદે ભારત ટ્રેન બનાવવામાં આવી છે. જેના લીધે લાખો પ્રવાસીઓને મુસાફરી વખતે ફાયદો થશે.ટાટાનગરથી પટના, બ્રહમપુરથી ટાટાનગર, રાઉરકેલાથી હાવડા, દેવઘરથી વારાણસી, ભાગલપુર-હાવડા અને ગયાથી હાવડા વચ્ચે 6 નવી વંદેભારત ટ્રેનનો આજથી પ્રારંભ થયો છે.
નવી વંદે ભારત ટ્રેનોથી તીર્થયાત્રીઓને ફાયદો થશે, દેવઘરમાં બૈદ્યનાથ ધામ અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર સુધીની ટ્રેન સેવા મળી રહેશે. વધુમાં ધનબાદમાં કોયલાની ખાણ ઉદ્યોગ અને દુર્ગાપુરમાં લોખંડના ઉદ્યોગને પણ વેગ મળશે.દેશમાં 15 ફેબ્રુઆરી 2019માં પહેલી વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી હતી. રેલવે મંત્રાલયે કહ્યું, વંદે ભારત ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મેળવી શકે છે. રેલવે મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, દેશમાં 108 રૂટ પર 54 વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. જેમાં આશરે 3 કરોડથી વધુ પ્રવાસીઓએ વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કર્યો છે.
રેલવે મંત્રાલયના પ્રમાણે,“વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવાઓ સાથે, ભારતીય રેલ્વે ભારતમાં મુસાફરીમાં ક્રાંતિ લાવવાના માર્ગે છે, વંદે ભારત ટ્રેન મેક ઈન ઈન્ડિયાની સફળતા દર્શાવે છે સાથે સાથે ગતિ, સુરક્ષા અને સેવાના અલગ ધારા-ધોરણો પણ પ્રસ્થાપિત કરે છે.
આ પણ વાંચો:PM મોદીએ ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનની બારીના કાચ તૂટયા, એક વ્યક્તિએ બારી પર મારી હથોડી, કેમ કર્યું આ પરાક્રમ
આ પણ વાંચો:PM મોદી આજે ત્રણ નવી વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી
