Ahmedabad News/ બાપુનગરમાં પ્રતિબંધિત કેમિકલના જથ્થા સાથે 20.79 લાખનો મુદ્દામાલ કબજે

રૂ.79,000 ની કિંમતના પ્રતિબંધિત કેમિકલના 10 બેરલ મળી આવ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : બાપુનગરમાં નાગરવેલ રોડ ગુજરાત બોટલીંગ ચાર રસ્તા પાસે સ્મેલ સ્કેલ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ગેટ નંબર 1-37 સામે જાહેરમાં આઈશર વાહનમાં પ્રતંબંધિત કેમિકલનો જથ્થો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓને મળી હતી. માહિતીને આધારે એસએમસીના અધિકારીઓએ અહીં દરોડો પાડ્યો હતો. જેમાં રૂ.79,000 ની કિંમતના પ્રતિબંધિત કેમિકલના 10 બેરલ મળી આવ્યા હતા.

જેમાં 2100 લીટર પ્રતિબંધિત કેમિકલ હોવાનું બહાર આવ્યું હતું. આ ગેરકાયદે કેમિકલનો જથ્થો ઈથેનોલ અથવા મિથેનોલ હોવાની શક્યતાને આધારે તેને તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે પ્રતિબંધિત કેમિકલ અને ટ્રક મળીને કુલ રૂ. 20,79,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં તરણેતરનો મેળો શરૂઃ મેળા શોખીનોનો થશે જમાવડો

આ પણ વાંચો: એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને મળી મંજૂરી, જાણો ક્યારથી શરુ થશે