Ahmedabad News/ અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ

અમદાવાદમાં સુભાષબ્રિજ વિસ્તારમાં અસામાજિક તત્વોનો (Unsocial element) આતંક જોવા મળી રહ્યો છે. કાઠિયાવાડી હોટેલ (Kathiawadi Hotel) માં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. તેઓએ હથિયારો સાથે હુમલો કરીને તોડફોડ કરી છે.

Gujarat Ahmedabad Others Breaking News

Ahmedabad News: અમદાવાદમાં સુભાષબ્રિજ વિસ્તારમાં અસામાજિક તત્વોનો (Unsocial element) આતંક જોવા મળી રહ્યો છે. કાઠિયાવાડી હોટેલ (Kathiawadi Hotel) માં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. તેઓએ હથિયારો સાથે હુમલો કરીને તોડફોડ કરી છે. અસામાજિક તત્વોના આ હુમલાના લીધે હોટેલ માલિકને ગંભીર ઇજાઓ પહોંચી છે. રાણીપ પોલીસે અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે, આવા સમયે પોલીસ પણ મુકબધીર બનીને માત્ર તમાસો જોઈ રહે છે. અગાઉ બનેલા બનાવમાં અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોએ બેફામ તોડફોડ અને ગાળાગાળી કરી હતી.આ દરમિયાન પોલીસ પણ ત્યાં હાજર હોય તેવી સીસીટીવી સામે આવ્યા છે. નોંધનીય છે કે, પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. શું અસામાજિક તત્વોમાં પોલીસનો ડર જ નથી કે પછી પોલીસ જ તેમને છાવરી રહીં છે.

અમદાવાદના કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ કરી માર મરાયો હતો. કિશોર લંગડાના પુત્ર અજિતસિંહ રાઠોડનું અપહરણ કર્યું અને ગાડીની ડિપર મારવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. નોંધનીય છે કે, વાહનોમાં તોડફોડ અને અપહરણના CCTV અત્યારે સામે આવ્યા છે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે, અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા હતા અનેપોલીસ બની મૂકપ્રેક્ષક બની જોઈ રહીં હતી. અસામાજિક તત્વો ગાડીઓમાં તોડફોડ કરતા રહ્યા અને પોલીસ જોતી રહી! પોલીસ મૂકપ્રેક્ષક બની રહીં તેવા સીસીટીવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક ગીતામંદિર કોમ્પ્લેક્ષમાં અસામાજિક તત્વોનો આતંક અસામાજિક તત્વોએ દુકાનમાં કરી તોડફોડ અમદાવાદ પોલીસ કમિશનરને પણ ખુલ્લો પડકાર ST ડેપો

આ પણ વાંચો: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક બાપુનગરમાં અસામાજિક તત્વોના આતંકથી લોકો પરેશાન બે શખ્સોએ જાહેરમાં હથિયાર સાથે લોકોને કર્યા પરેશાન જાહેરમાં લોકોને હેરાન

આ પણ વાંચો: અમદાવાદ:વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક, દશામાંના જાગરણની રાત્રે અસામાજીક તત્વો બેફામ, CCTV માં અસામાજિક તત્વો હુમલો કરતા દેખાયા, CCTV આધારે આરોપીઓની