Uttar Pradesh News:/ સ્કૂલ બેગ ભૂલવાની મળી ભયંકર સજા! નિષ્ઠુર શિક્ષકની કરતૂત જુઓ

શાળામાં સજા તરીકે બાળકોને કોઈપણ રીતે મારવા પર પ્રતિબંધ છે. આમ છતાં આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવે છે જેમાં બાળકોને નિર્દયતાથી મારવામાં

India

Uttar Pradesh News: અલીગઢના (Aligarh) લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારની એક ખાનગી શાળામાં 7 વર્ષના બાળકને તેની સ્કૂલ બેગ ભૂલી જવાની મોટી સજા મળી છે. આ માટે બાળકને તેના શિક્ષક દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બાળક રડતો રડતો ઘરે પાછો આવ્યો અને તેની માતાને આ વિશે જણાવ્યું. આ પછી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. સોમવારે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.

બાળકને ઇલેક્ટ્રિક શોક આપ્યો

શાળામાં સજા તરીકે બાળકોને કોઈપણ રીતે મારવા પર પ્રતિબંધ છે. આમ છતાં આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવે છે જેમાં બાળકોને નિર્દયતાથી મારવામાં આવે છે. અલીગઢના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારની એક સ્કૂલમાં બાળકની પોતાની સ્કૂલ બેગ લાવવામાં નિષ્ફળતા એટલી ગંભીર હતી કે શિક્ષકે કથિત રીતે તેને સજા આપવા માટે તેને ઇલેક્ટ્રિક શોક આપ્યો અને બાળકને માર પણ માર્યો. બાળક રડતો રડતો ઘરે પાછો આવ્યો.

નાગલા ગામના રહેવાસી દિલીપ કુમારે જણાવ્યું કે તેમનો પુત્ર જેમ્સ એક ખાનગી શાળામાં UKGનો વિદ્યાર્થી છે. બનાવના દિવસે દિલીપ શહેરની બહાર ગયો હતો. બાળકના દાદાએ તેને શાળાએ મુકી દીધો હતો. આ દરમિયાન બાળક તેની સ્કૂલ બેગ ઘરે ભૂલી ગયો હતો, જેના માટે શિક્ષકે તેને સજા કરી હતી.

બાળકના પિતાએ જણાવ્યું કે શિક્ષકે તેને ખરાબ રીતે માર્યો, તેના કપડાં અને જૂતા કાઢી નાખ્યા. આટલું જ નહીં તેને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવ્યો હતો. શાળામાં બનેલી ઘટનાથી બાળક એટલો ડરી ગયો હતો કે તે રડતો રડતો ઘરે પાછો આવ્યો અને તેની માતાને ઘટના વિશે જણાવ્યું. બાળકના પરિવારજનોએ તાત્કાલિક શાળામાં જઈને વિરોધ નોંધાવ્યો હતો અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ફરિયાદ બાદ લોધા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજવીર સિંહ પરમાર અને તેમની ટીમ સ્કૂલ પહોંચી અને તપાસ શરૂ કરી.

પોલીસના જણાવ્યા અનુસાર લેખિત ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવશે. જોકે, શાળાના પ્રિન્સિપાલે આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે બાળકને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો ન હતો, આ ખોટી ફરિયાદ છે. આ માટે તે સીસીટીવી ફૂટેજ બતાવવા પણ તૈયાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભગવાન શિવને ચડાવવા માટે યુવકે છરી વડે કાપી જીભ પછી થયું આવું…

આ પણ વાંચો:નિષ્ઠુર પતિ! જન્મદિવસ પર કેક લાવવામાં મોડું થયુ, પત્ની-પુત્ર પર છરીના ઘા ઝીંક્યા

આ પણ વાંચો:ગાંધીનગરમાં બેફામ કાર ચલાવનારા નવ નબીરાઓની કાર સહિત ધરપકડ