haryana news/ હરિયાણાની હાર પર કોંગ્રેસે કહ્યું- આ ‘તંત્રની જીત,લોક તંત્રની હાર’

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોને ‘અનપેક્ષિત’ અને ‘લોક ભાવનાની વિરુદ્ધ’ ગણાવતા કોંગ્રેસે મંગળવારે કહ્યું કે રાજ્યમાં ‘તંત્રની જીત અને લોક તંત્રની હાર’ થઈ છે.

India Top Stories Breaking News

Haryana Election Results 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોને ‘અનપેક્ષિત’ અને ‘લોક ભાવનાની વિરુદ્ધ’ ગણાવતા કોંગ્રેસે (Congress) મંગળવારે કહ્યું કે રાજ્યમાં ‘તંત્રની જીત અને લોક તંત્રની હાર’ થઈ છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) પણ કહ્યું કે હરિયાણાના પરિણામને વર્તમાન સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. રમેશે એમ પણ કહ્યું કે હરિયાણાનું પ્રકરણ હજી પૂરું થયું નથી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ઘણી જગ્યાએથી ફરિયાદો આવી છે અને તેના વિશે ચૂંટણી પંચને જાણ કરવામાં આવશે.

રમેશે દાવો કર્યો હતો કે, “આપણી પાસેથી જીત છીનવાઈ ગઈ છે… આજે જે પરિણામો આવ્યા છે તે જમીની વાસ્તવિકતા મુજબ નથી… આ પરિણામ જનતાની લાગણી વિરુદ્ધ છે.” કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પવન ખેરાએ દાવો કર્યો કે હરિયાણામાં ‘તંત્રની જીત અને લોક તંત્રની હાર’ થઈ છે. તેમણે કહ્યું કે આ પરિણામો અણધાર્યા અને જમીની વાસ્તવિકતાથી ઘણા દૂર છે. ખેડાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ Live: મોદી મેજીક, ભાજપની જીત, નાયબ સૈની રહેશે મુખ્યમંત્રી

આ પણ વાંચો:હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર

આ પણ વાંચો:હરિયાણા વિધાનસભા ચૂંટણીની યાદી જાહેર થતાં જ ભાજપમાં મચી ગયો ખળભળાટ, આ ધારાસભ્યએ આપ્યું રાજીનામું